ના હોય!! હવે 365 દિવસની પેઇડ લીવ મળશે,આ કંપનીએ કરી જાહેરાત
નવી દિલ્હી, 23 જૂન 2022,ગુરુવારફેશન ઈ-કોમર્સ પ્લેટફોર્મ મીશો આજકાલ ચર્ચામાં છે. મીડિયા અહેવાલો અનુસાર, મીશોએ નવી અનલિમિટેડ લીવ પોલિસી લાગુ કરી છે. આ સાથે હવે કર્મચારીઓ 365 દિવસ સુધીની પેઇડ લીવ લઈ શકશે. એટલે કે આ રજાઓ દરમિયાન કર્મચારીઓને પગાર મળતો રહેશે. જો કે, આ રજા નીતિ માત્ર નક્કી કરેલી પરિસ્થિતિઓ માટે જ લાગુ થશે.365 દિવસની રજા ક્યારે મળશેમીશો મીકેર પ્રોગ્રામ હેઠળ, કર્મચારીઓને 365 દિવસ સુધીની રજા મળશે જો તેમના કોઈ સંબંધી ગંભીર બીમારીથી પ્રભાવિત હોય, સંબંધિને સતત હોસ્પિટલમાં રહેવું પડતુ હોય પોલિસી એવા કર્મચારીઓને પણ લાગુ પડશે જેઓ તેમના કોઈ અન્ય જુસ્સા અથવા ધ્યેય માટે થોડો સમય રજા લેવા ઈચ્છે છે.જો તમે પોતે બીમાર પડો છો, તો તમને રજા સાથે પૈસા મળશેમીશોની નવી રજા નીતિ હેઠળ, જો કર્મચારી પોતે બીમાર પડે છે, તો તેને વર્ષની રજા દરમિયાન સંપૂર્ણ પગાર મળશે. બીજી તરફ પરિવારનો કોઈ સભ્ય બીમાર પડે તો ત્રણ મહિના માટે 25 ટકા પગાર ચૂકવવામાં આવશે.આ વિશે કંપનીના ચીફ એચઆર આશિષ કુમાર સિંહે કહ્યું છે કે, જ્યારે કર્મચારીઓ રજા પરથી પાછા આવશે, ત્યારે તેમને જૂના પદ પર પુનઃસ્થાપિત કરવામાં આવશે. આ નવી નીતિમાં કર્મચારીઓની જરૂરિયાતોને માન્યતા આપવામાં આવી છે.અન્ય સુવિધાઓ ઉપલબ્ધ થશેવળતર ઉપરાંત, કર્મચારીને પ્રોવિડંડ ફંડમાં યોગદાન, વીમો અને વધારાના તબીબી લાભો જેવી સુવિધાઓ મળતી રહેશે. જો કે, બિન-તબીબી કારણોસર રજા લેનારાઓને પગાર નહી મળે. મીશોમાં 2,000 કર્મચારીઓ કાર્યરતબેંગ્લોર સ્થિત મીશો હાલમાં લગભગ 2,000 કર્મચારીઓને રોજગારી આપે છે. કંપનીએ તેના કર્મચારીઓના ફાયદા માટે ઘણા ફેરફારો કર્યા છે. લાંબી રજા પરથી પરત ફરતા કર્મચારીઓએ તેમની પોસ્ટ અંગે ગભરાવાની જરૂર નથી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.