અબોલ જીવ સાચવવા કરોડોનું દાન લેનાર પાંજરાપોળે પશુ સ્વીકારવાની ના પાડી દીધી
લેભાગુ સંસ્થાઓ અને સરકારની ઉપેક્ષાને કારણે અબોલ જીવો હેરાન થાય છે : સુમનભાઈ કામદાર
જગ્યા અને માણસોની અછતનું કારણ પણ બેડી પાસે દાનમાં મળેલી કરોડો રૂપિયાની જમીન પડી છે
રાજકોટમાં 120 વર્ષ કરતા પણ વધારે સમયથી અબોલ જીવોને આશરો આપવા માટે જાણીતું નામ એટલે રાજકોટ મહાજન પાંજરાપોળ, આ સંસ્થા માટે દેશ-વિદેશમાંથી કરોડો રૂપિયા અબોલ જીવોની સેવા માટે દાનમાં અપાય છે પણ હવે આ સંસ્થાએ જીવો સ્વીકારવાની ના પાડતા બોર્ડ લગાવી દીધા છે. આ પાછળ જગ્યા અને માણસોની અછતનું બહાનું કઢાયું છે પણ સંચાલક સુમનભાઈ કામદાર આ પાછળ કેટલીક લેભાગુ સંસ્થાઓ અને સરકારની ઉપેક્ષા પણ ગણાવી રહ્યાં છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.