દેશમાં હવે કોરોનાની નાકથી અપાતી વેક્સિનનું આગમન, નોઝલ વેક્સિનના ઈમરજન્સી ઉપયોગ માટે DCGIની મંજૂરી
ભારત બાયોટેકની અનુનાસિક કોરોના રસીને ઇમરજન્સી ઉપયોગ માટે DCGI મંજૂરી મળી છે.આરોગ્ય મંત્રી ડો.મનસુખ માંડવિયાએ આ માહિતી આપી હતી.
આ ભારતની પ્રથમ નોઝલ રસી હશે.એવું માનવામાં આવે છે કે આનાથી ભારતમાં કોરોના સામેના યુદ્ધને નવી તાકાત મળશે.તમને જણાવી દઈએ કે ભારતે અત્યાર સુધીમાં 100 કરોડ કોવિડ રસીકરણ કરીને રેકોર્ડ બનાવ્યો છે.
સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આ અંગે એક ટ્વિટમાં લખ્યું છે કે કોવિડ 19 સામેની લડાઈમાં ભારતે મોટી છલાંગ લગાવી છે.ભારત બાયોટેના નાક દ્વારા આપવામાં આવેલી કોરોના રસીને DCGI ની મંજૂરી મળી ગઈ છે.તેમણે લખ્યું કે આ પછી આ દવા ભારતમાં 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને ઈમરજન્સીની સ્થિતિમાં આપી શકાશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.