તા.૨૮ સપ્ટેમ્બરના રોજ બોટાદ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લાકક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે
તા.૦3 :- બોટાદના નિવાસી અધિક કલેક્ટરશ્રી મુકેશ પરમાર તરફથી એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે સપ્ટેમ્બર-૨૦૨૨ ના માસનો જિલ્લાકક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૨/૦૯/૨૦૨૨ ના ગુરૂવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે બોટાદ જિલ્લા સેવા સદન-કલેકટર કચેરીના મીટીંગ હોલ, ખસ રોડ ખાતે જિલ્લાકક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યાજાશે.
આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર તથા કોર્ટ મેટરની બાબતો સિવાયની અરજી તથા ગ્રામ સ્વાગત અને તાલુકા સ્વાગતમાં અનિર્ણત રહેલ હોય કે જે તાલુકા કક્ષાએ નિર્ણય લઈ શકાય તેવા પ્રશ્રો અરજદાર આધાર પુરાવા સાથે વ્યક્તિગત પ્રશ્નની રજુઆત કરી શકશે તેમજ અરજદાર એક વિષયને લગતી રજુઆત કરી શકશે આવા પ્રશ્રો માટેની અરજી તા.૧૦/૦૯/૨૦૨૨ સુધીમાં રજાના દિવસો સિવાય કલેક્ટર કચેરી, બોટાદ ખાતે સ્વીકારવામાં આવશે. જેની જાહેર જનતાને નોંધ લેવા વધુમાં જણાવાયું છે.
રિપોર્ટર:ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.