ગાળો બોલવા મામલે નાળિયેરના ધંધાર્થી અને રીક્ષા ચાલક વચ્ચે જાહેરમાં મારામારી: ચારને ઇજા
એ.જી.ચોક પાસે ગાળો બોલવા મામલે નાળિયેરના ધંધાર્થી અને રીક્ષા ચાલક વચ્ચે જાહેરમાં છરી અને લાકડીથી થયેલ સામસામી મારમારીમાં ચાર યુવાનો ઇજાગ્રસ્ત થતાં સારવારમાં ખસેડાયા હતાં. બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
બનાવ અંગે મોટા મોવામાં મટુકી રેસ્ટોરન્ટની પાછળ રહેતાં દીપકભાઈ માધુભાઈ પરમાર (ઉ.વ.30) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે સાગર રમેશ લાંબા અને તેનો ભાઈ લાલા (રહે. ગોંડલ રોડ, ખોડિયાર હોટેલ પાસે) નું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ લીલા નાળિયેરનો વેપાર કરે છે. નાળિયેરનો થળો લવ ટેમ્પલ એ.જી. ચોકમાં ગાર્ડન પાસે આવેલ છે. ગઈકાલે બપોરના તેઓ બાલાજી હોલની આગળની શેરીમાં હતો ત્યારે થડા પર બેસતા કાનાભાઈનો ફોન આવેલ કહેલ કે, થડા ઉપર માથાકૂટ થયેલ છે તેમ વાત કરતાં તેઓ દોડી ગયેલ અને થડા પર બે શખ્સો માથાકૂટ કરી કાનાભાઇને ફડાકો મારી દીધેલ હતો.
ફરિયાદી બંનેને છોડાવતો હતો ત્યારે એક શખ્સે કહેલ કે,કાનાભાઈએ બે છોકરીઓ અહીંયા ઊભેલ હતી તેને સાઈડમાં રહેવાનું કહેતાં બંને શખ્સો ઝઘડો કરી ઢીકો મારી પાડી દિધેલ અને એક શખ્સ છરીથી હુમલો કરતાં તેમને પકડી લીધેલ અને છરી તેને જ મારી દીધેલ અને છરીથી થયેલ હુમલામાં તેઓને પણ કાન ઈજા પહોંચી હતી અને ઢીકાપાટાનો મારમારતાં શરીરે ઈજા થયેલ હતી.બાદમાં તેઓને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. બાદમાં જાણવા મળેલ કે, ઝઘડો કરનાર સાગર લાંબા અને તેમનો ભાઈ લાલો હતો.
જ્યારે સામાપક્ષે ગોંડલ રોડ પર ખોડિયાર હોટલ પાસે રહેતાં સાગરભાઈ રમેશભાઈ લાંબા (ઉ.વ.28) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે દિપક માધુ પરમાર અને કાનાનું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ રીક્ષા ડ્રાઇવિંગ કરે છે.
ગઈકાલે બપોરના સમયે તે તેના ભાઈ લાલા અને પાડોશીમાં મહિલા સાથે રિક્ષામાં બેસી ઘરેથી રાણી ટાવર પાસે આવેલ એસબીઆઈ બેન્કમાં પાડોશી મહિલાન કામ હોય જેથી ત્યાં ગયેલા હતા. બેંકનું કામ પતાવી એ .જી.ચોક સામે આવેલ બગીચામાં બીજા ગેટ પાસે નાસ્તો કરવા આવેલ હતા. ત્યારે બે છોકરીઓ એકટીવામાં ત્યાંથી નીકળેલ અને તેની પાછળ બે અજાણ્યા લોકો સ્કૂટી માં તેમની પાછળ ગાળો બોલતા હતા જેથી તેમને કહેલ કે, ગાળો કેમ બોલો છો ? જવા દો તેમ કહેતા બંને શખ્સો તેમને ગાળો દેવા લાગેલા અને એક શખ્સ નાળિયેર વેચતા ભાઈની રેકડીમાંથી છરી લઈ હુમલો કરતાં કપાળના ભાગે ઈજા થયેલ હતી.
તેમજ અન્ય શખ્સ લાકડી લઈ આવેલ અને માથાના ભાગે ફટકારવા લાગ્યો હતો. બનાવમાં લાલાભાઈ વચ્ચે પડતા તેઓને પણ મારમાર્યો હતો. બનાવ બાદ બંને ભાઈઓને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
બનાવ અંગેની સામસામી ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસે ચાર શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.