એડ઼ોલેશન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે અંતર્ગત T 3 કેમ્પ નું આયોજન શ્રી ગાયત્રી નગર પ્રાથમિક શાળા માં કરવામાં આવ્યું હતું. - At This Time

એડ઼ોલેશન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે અંતર્ગત T 3 કેમ્પ નું આયોજન શ્રી ગાયત્રી નગર પ્રાથમિક શાળા માં કરવામાં આવ્યું હતું.


આજ રોજ શ્રી ગાયત્રી નગર પ્રાથમિક શાળા ખાતે તાલુકા હેલ્થ ઓફિસર ડો. નારાયણ સિંગ સાહેબ અને જુના કટારીયા પી.એચ.સી મેડિકલ ઓફિસર ડો. રીના પ્રજાપતિ ના માર્ગદર્શન હેઠળ પી.એચ.સી જુના કટારીયા ના લાકડિયા સબ સેન્ટર ના વિસ્તારમાં આવતી શ્રી ગાયત્રી નગર પ્રાથમિક શાળા ખાતે એડ઼ોલેશન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે અંતર્ગત T 3 કેમ્પ નું આયોજન કરવા માં આવ્યું હતું. આ કાર્યક્રમ માં સી.એચ.ઓ અવની રાવલ, ચાંદની ચૌહાણ અને દિલીપભાઈ પરમાર, એ.એન.એમ અશ્વિનીબેન પટેલ, તરૂણા બેન પટેલ, એમ.પી.એચ.ડબલ્યુ. રાજુભાઈ પરમાર તેમજ એડોલેશનત હેલ્થ કાઉન્સેલર કિરેન પાતર તેમજ સ્ટાફગણ હાજર રહ્યો હતા.
જેમાં કિશોરી ને ન્યુટ્રીશન વિશે જેમાં લીલા પાંદડાવાળા શાકભાજી, ગોળ ,સરગવો,મીઠો લીમડો, ખજૂર વિશે તેમજ બહાર ના જંક ફૂડ ના ખાવા વિશે ની વિસ્તૃત માં ચર્ચા કરવા માં આવી હતી. તેમજ આઈ.એફ. એ ગોળી વિશે વિસ્તૃત માહિતી આપવા માં આવી હતી. જેમાં ચિત્ર અને મહેંદી સ્પર્ધા નું આયોજન કરવા માં આવ્યું હતું. ભાગ લીધેલ તમામ ને પ્રોત્સાહિત ઇનામ આપવા માં આવ્યા હતા.
જેમાં T3 કેમ્પ કરવા માં આવ્યો હતો. દરેક કિશોરી ના એચ.બી ચેક કરવા માં આવ્યા હતા. જેમાં ઓછા એચ.બી વાળા કિશોરી નું કાઉન્સેલિંગ કરવા માં આવ્યું હતું.
જેમાં અંત માં અલ્પાહાર આપી ને કાર્યક્રમ ને પૂર્ણ કરવા માં આવ્યો હતો.
આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે લાકડિયા સબ સેન્ટર 1 અને 2 ના તમામ સ્ટાફ અને શાળાના આચાર્યશ્રી લાખાભાઈ રબારી તેમજ ભાવેશ વીરડા તેમજ સમગ્ર સ્ટાફ એ જહેમત ઉઠાવી હતી

અહેવાલ : પ્રકાશકુમાર શ્રીમાળી
એટ ધીશ ટાઇમ ન્યુઝ ભચાઉ
મો-9427392494


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.