'મેલે પપ્પા કો જેલ મેં બંધ કલ દો...':5 વર્ષનું ટાબરિયું પોલીસ સ્ટેશને પહોંચી ગયું; સોશિયલ મીડિયામાં ધૂમ મચાવે છે બાળકનો VIDEO - At This Time

‘મેલે પપ્પા કો જેલ મેં બંધ કલ દો…’:5 વર્ષનું ટાબરિયું પોલીસ સ્ટેશને પહોંચી ગયું; સોશિયલ મીડિયામાં ધૂમ મચાવે છે બાળકનો VIDEO


બાળક પોલીસ સ્ટેશન પહોંચીને : કમ્પલેન લીખીએ આપ... પોલીસ : કિસને મારા આપકો? બાળક : ઈકબાલભાઈને પોલીસ : ઈકબાલભાઈ કૌન હૈ? બાળક : મેલે પાપા હૈ. પોલીસ : ક્યા નામ હૈ તુમ્હારા ? બાળક : હસનૈન પોલીસ : તો ઈકબાલભાઈ કો અંદર કરના હૈ? બાળક : હાં પોલીસ : ઈકબાલભાઈ કૌન હૈ? બાળક : (ફરી કાલી કાલી ભાષામાં કાંઈક કહે છે પણ પોલીસ સમજતી નથી...) પોલીસ : ક્યા કિયા ઉસને? બાળક : વો મુઝે સડક પે જાને નહીં દેતે. નદી કિનારે ઘૂમને નહીં દેતે. ઉસકો જેલ મેં બંધ કલ દો. પોલીસ : ઠીક હૈ, મૈં ઉસકો બંધ કર દૂંગા. બાળક ત્યાંથી તરત નીકળી જાય છે. પોલીસ સ્ટેશનમાં બાળકની કાલી ઘેલી વાતોથી હાસ્યનું મોજું ફરી વળે છે. આ સંવાદ 5 વર્ષના બાળક અને પોલીસ વચ્ચે થાય છે. 5 વર્ષનું બાળક તેના પપ્પાની ફરિયાદ લઈને પોલીસ સ્ટેશન પહોંચી ગયું હતું અને તેના પપ્પાને જેલમાં પૂરી દ્યો, એવી ફરિયાદ કરી હતી. 'મેલે પાપા મુઝે સડક પે જાને નહીં દેતે'
આ વિચિત્ર વાયરલ કિસ્સો મધ્યપ્રદેશના ધારનો છે, જ્યાં એક 5 વર્ષનો બાળક તેના જ પિતા વિરુદ્ધ ફરિયાદ લઈને પોલીસ સ્ટેશને પહોંચી ગયો હતો. એટલું જ નહીં, બાળકોએ ત્યાં જઈને તેમના પિતા વિરુદ્ધ ફરિયાદ કરી. તેમણે કાલી ઘેલી ભાષામાં પોલીસને કહ્યું કે, મેલે પાપા મુઝે સડક પે જાને નહીં દેતે. નદી કિનારે ઘૂમને નહીં દેતે. ઉસકો જેલ મેં બંધ કલ દો. બાળકની આવી વાતોથી પોલીસ પણ અચંબિત થઈ ગઈ હતી. પુત્રએ જ પિતા સામે FIR દાખલ કરવા કહ્યું
એક સમય હતો કે, પેરેન્ટ્સ બાળકોને પોલીસનો ભય બતાવતા હતા. તોફાન કરતો નહીં, નહીંતર પોલીસ લઈ જશે... પણ કળિયુગમાં ઊંધું થયું છે. બાળક જ પિતાની ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો. જેનો આ વીડિયો આ દિવસોમાં લોકોને ન માત્ર આશ્ચર્યમાં મૂકી રહ્યો છે પરંતુ લોકોને હસાવી પણ રહ્યો છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં આવું જ એક દ્રશ્ય જોવા મળી રહ્યું છે, જેમાં એક નાનો બાળક પોલીસ સ્ટેશન પહોંચે છે અને તેના પિતા વિરુદ્ધ કાર્યવાહીની માગ કરે છે, જેની દલીલો સાંભળીને પોલીસ પણ ચોંકી ગઈ હતી. બાળકની ફરિયાદ સાંભળી પોલીસકર્મી હસી પડ્યા
વાઇરલ વીડિયોમાં તમે જોશો કે એક નાનું બાળક પોલીસ સ્ટેશનમાં બેઠેલું જોવા મળે છે. આ દરમિયાન બાળકની સામે બેઠેલા પોલીસ સ્ટેશનના અધિકારી બાળકની ફરિયાદ સાંભળી રહ્યા છે. દરમિયાન પોલીસે પૂછતાં બાળકે પોતાનું નામ હસનૈન જણાવ્યું હતું, જે તેના પિતા ઇકબાલની ફરિયાદ કરવા આવ્યો હતો. વાતચીત દરમિયાન, બાળકે ખૂબ જ નિર્દોષતાથી તેની સમસ્યા સમજાવી હતી. જે સાંભળીને પોલીસકર્મીઓ પોતે જ હસ્યા. ખરેખર, બાળકે કહ્યું કે તેના પિતા તેને રસ્તા પર ફરવા દેતા નથી. તેઓ તેને નદી કિનારે જવા દેતા નથી, તેથી તે તેમનાથી નારાજ છે અને તેમની વિરુદ્ધ ફરિયાદ કરી રહ્યો છે. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે બાળકે કાર્યવાહી કરવાની માંગ કરી અને કહ્યું કે તેને જેલમાં ધકેલી દો.. આ દરમિયાન બાળકની કાલી ઘેલી ભાષામાં આ શબ્દો સાંભળીને પોલીસ સ્ટેશનમાં હાજર તમામ લોકો હસવા લાગ્યા. હવે બાળકની માસૂમિયતથી ભરેલો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેના પર લોકો તરફથી ઘણી કોમેન્ટ્સ આવી રહી છે. લોકોએ વીડિયો જોઈને કમેન્ટ્સ કરી
બાળકે તેના પિતાને કરેલી આ ફરિયાદ પછી તેના ઘરે લોકોના ફોન રણકવા લાગ્યા છે અને બધા મજાક કરી રહ્યા છે અને જાણવા માગે છે કે બધું બરાબર છે... શું છે મામલો? જ્યારે લોકો પૂછે છે ત્યારે ઈકબાલ દરેકને જવાબો આપીને થાકી જાય છે. સોશિયલ મીડિયા યુઝરે લખ્યું, 'આ બાળકની હિંમત જુઓ, તે કેવી રીતે પોલીસની સામે બેસીને પોતાના પિતાની ફરિયાદ કરી રહ્યો છે.' અન્ય એક યુઝરે લખ્યું, 'મેં સાંભળ્યું હતું કે આ દિવસોમાં બાળકોના બદલે પિતાનો જન્મ થઈ રહ્યો છે, મેં પણ આજે જોયું.' ત્રીજા યુઝરે લખ્યું, 'આ ઉંમરે હું પોલીસને જોતા જ છુપાઈ જતો હતો. આ તો સીધો પોલીસ સ્ટેશનમાં બેસીને તેના પિતાની ફરિયાદ કરે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.