મહેશ ભટ્ટને લાગ્યું હતું કે ઈમરાનની કરિયર પુરી:એક્ટરે કહ્યું, તેમને રોલ અને ક્લાઈમેક્સ પસંદ ન આવ્યા, બાદમાં ડિરેક્ટરની માફી માંગી
દિગ્દર્શક મિલન લુથરિયાની ફિલ્મ 'વન્સ અપોન અ ટાઈમ ઇન મુંબઈ'માં ઈમરાન હાશ્મીએ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમથી પ્રેરિત શોએબ ખાનનો રોલ નિભાવ્યો હતો. આ ઇમરાનના કરિયરની સફળ ફિલ્મો પૈકી એક છે. પરંતુ મહેશ ભટ્ટ ઈચ્છતા ન હતા કે ઈમરાન આ ફિલ્મમાં કામ કરે. તેમણે ઈમરાનને કહ્યું હતું કે જો તે આ ફિલ્મ કરશે તો કરિયર પુરી થઇ જશે. તેને ફિલ્મના ક્લાઈમેક્સમાં પણ સમસ્યા હતી. પરંતુ જ્યારે આ ફિલ્મ સફળ થઈ ત્યારે મહેશ ભટ્ટે ફિલ્મના નિર્દેશક મિલન લુથરિયાની માફી પણ માગી હતી. હાલમાં જ એક ઇન્ટરવ્યૂ દરમિયાન ઈમરાન હાશ્મીએ કહ્યું- ડિરેક્ટર મિલન લુથરિયાએ સૌથી પહેલાં મહેશ ભટ્ટને ફિલ્મની વાર્તા સંભળાવી હતી. તેમણે શોએબ ખાનના રોલને લઈને કંઈક સંદેશો આપ્યો હતો. તેમને લાગ્યું કે આ એક રોલ છે જે મારી ઈમેજ બદલી નાખશે. સામાન્ય રીતે જોવામાં આવે છે કે ફિલ્મોના ગ્રે શેડ પાત્રમાંથી બહાર આવવું સહેલું નથી. ઈમરાન હાશ્મી વધુમાં કહે છે કે, 'ભટ્ટ સાહેબે કહ્યું હતું કે શોએબ ખાન પાસે એવો રોલ છે, જો તમે એમ કરશો તો તમારી કરિયર પુરી થઈ જશે. તેને ફિલ્મના ક્લાઈમેક્સમાં પણ સમસ્યા હતી. જેમાં ફિલ્મનો હીરો એટલે કે અજય દેવગન મૃત્યુ પામે છે અને વિલન એટલે કે ઈમરાન હાશ્મીને એવું બતાવવામાં આવ્યું છે કે જાણે તે હવે મુંબઈ પર રાજ કરશે. તેમનું માનવું હતું કે દર્શકો આવા ક્લાઈમેક્સને સ્વીકારશે નહીં. ઈમરાન હાશ્મીએ કહ્યું- જ્યારે ફિલ્મ રિલીઝ થઈ હતી. શોએબ ખાનનું પાત્ર દર્શકોને પસંદ આવ્યું હતું. ફિલ્મનો ક્લાઈમેક્સ પણ દર્શકોએ સ્વીકાર્યો હતો. ત્યારબાદ મહેશ ભટ્ટે ડિરેક્ટર મિલન લુથરિયાની માફી માગી હતી. તેમણે ફોન કરીને કહ્યું કે માફ કરશો, હું ખોટો હતો. ફિલ્મ 'વન્સ અપોન અ ટાઈમ ઇન મુંબઈ'માં અજય દેવગને હાજી મસ્તાનથી પ્રેરિત સુલતાન મિર્ઝાનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મમાં કંગના રનૌત, પ્રાચી દેસાઈ અને રણદીપ હુડા લીડ રોલમાં હતા. આ ફિલ્મની સિક્વલ 'વન્સ અપોન અ ટાઈમ ઇન મુંબઈ દોબારા' 2013માં રિલીઝ થઈ હતી. જેમાં અક્ષય કુમારે શોએબ ખાનનો રોલ કર્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.