બોયફ્રેન્ડે ધોળા દિવસે યુવતીની ક્રૂર હત્યા કરી:લોખંડના પાના વડે માર માર્યો, લોકો જોતા રહ્યા, સાંપ્રદાયિક રંગના નામે વાઇરલ થયેલાં VIDEOનું સત્ય જાણો - At This Time

બોયફ્રેન્ડે ધોળા દિવસે યુવતીની ક્રૂર હત્યા કરી:લોખંડના પાના વડે માર માર્યો, લોકો જોતા રહ્યા, સાંપ્રદાયિક રંગના નામે વાઇરલ થયેલાં VIDEOનું સત્ય જાણો


સોશિયલ મીડિયા પર ધોળાદિવસે મર્ડરના વીડિયો સાંપ્રદાયિક રંગના નામે શેર કરવામાં આવી રહ્યા છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે આરોપી યુવકે યુવતીનું ધોળાદિવસે રસ્તા પર મર્ડર કરી નાખ્યું. આરોપી યુવતીના માથા પર લોખંડના પાના વડે માર મારે છે. ત્યાર બાદ મૃત યુવતી સાથે વાત કરતો જોવા મળે છે. આ દરમિયાન આસપાસ ઊભેલા લોકો માત્ર તમાશો જોતા જ જોવા મળી રહ્યા છે. વાઇરલ વીડિયોનું સત્ય... 18 જૂનનો આ વીડિયો મહારાષ્ટ્રના પાલઘરનો છે. જ્યાં 20 વર્ષની યુવતીની તેના એક્સ બોયફ્રેન્ડે લોખંડના પાન વડે માર મારીને હત્યા કરી નાખી હતી. ભાસ્કરે 18 જૂને તેમની વેબસાઈટ પર આ મામલાને લગતા સંપૂર્ણ સમાચાર પ્રકાશિત કર્યા હતા. સમાચારની લિંક... વસઈના ચિંચપાડા વિસ્તારમાં સવારે 8.30 વાગ્યે હત્યા કરવામાં આવી હતી. આરોપી પાછળથી દોડતો આવ્યો અને તેણે 30 સેકન્ડમાં લગભગ 15 વાર યુવતીના માથા પર પ્રહાર કર્યા. લોખંડના પાના (નટ્સ અને બોલ્ટને ટાઇટ કરવા માટેનું સાધન) તેના માથા પર પડતાં યુવતી બેભાન થઈ ગઈ હતી. આમ છતાં આરોપીએ તેને મારવાનું ચાલુ રાખ્યું હતું. આટલું જ નહીં, થોડીવાર પછી તે મૃતદેહ પાસે બેસીને વાત કરવા લાગે છે. પોલીસે સમગ્ર મામલો જણાવ્યો હતો
પોલીસે જણાવ્યું કે આરોપી અને આરતી બંને સાથે કામ કરવા જઈ રહ્યાં હતાં ત્યારે રસ્તામાં તેમની વચ્ચે ઝઘડો થયો હતો. આ પછી રોહિત ક્યાંકથી લોખંડનું પાનું લઈને દોડતો આવ્યો અને આરતીને પાછળથી માથામાં જોરથી માર્યું. આરોપી આરતીને ત્યાં સુધી મારતો રહ્યો જ્યાં સુધી તે મરી ન જાય. આરોપીની ઓળખ રોહિત યાદવ તરીકે થઈ છે અને મૃતકનું નામ આરતી યાદવ છે. જેથી સ્પષ્ટ છે કે સોશિયલ મીડિયા પર વાઇરલ વીડિયોને લઈને કરવામાં આવેલો દાવો સંપૂર્ણપણે ખોટો છે . આરોપી અને મૃતક બંને હિન્દુ સમુદાયના છે. ફેક ન્યૂઝ વિરુદ્ધ અમારી સાથે જોડાઓ. કોઈપણ એવી સૂચના જેના પર તમને શંકા હોય તો તમે ઈમેલ કરો@fakenewsexpose@dbcorp.in અને વ્હોટએપ કરો-9201776050


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.