બીજેપીના દબંગ નેતા શ્રીકાંત ત્યાગીના સમર્થનમાં આજે નોઈડામાં મહાપંચાયત - At This Time

બીજેપીના દબંગ નેતા શ્રીકાંત ત્યાગીના સમર્થનમાં આજે નોઈડામાં મહાપંચાયત


- ગ્રાન્ડ ઓમેક્સ સોસાયટીમાં પ્લાન્ટ લગાવવાના વિરોધ પર શ્રીકાંત ત્યાગીએ મહિલા સાથે ઉદ્ધત વર્તન કર્યું હતુંનવી દિલ્હી, તા. 21 ઓગષ્ટ 2022, રવિવારસેક્ટર-93B સ્થિત ગ્રાન્ડ ઓમેક્સ સોસાયટીમાં શ્રીકાંત ત્યાગીનું પ્રકરણ બંધ થવાનું નામ નથી લઈ રહ્યું. આ મામલે રવિવારે સેક્ટર-110ના રામલીલા મેદાનમાં મહાપંચાયતમાં સંયુક્ત ત્યાગી સ્વાભિમાન મોરચા હુંકાર કરશે. જેમાં આઠ રાજ્યોમાંથી બ્રાહ્મણો, ત્યાગી, ભૂમિહાર અને અન્ય લોકો આવવાની ધારણા છે. પોલીસ, ફાયર વિભાગ અને LIUની ટીમો સ્થળ પર નજર રાખી રહી છે. સોસાયટીમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. મહાપંચાયતની દેખરેખ માટે મહિલા પોલીસ કર્મચારીઓને પણ તૈનાત કરવામાં આવી છે.મહાપંચાયતમાં શ્રીકાંત સહિત 6 યુવકો પર દાખલ કેસ પાછો ખેંચવા અને અનુ ત્યાગીને હેરાન કરવાના મામલાની ન્યાયિક તપાસ કરવા સહિત અન્ય માંગો રાખવામાં આવશે. સંયુક્ત ત્યાગી સ્વાભિમાન મોર્ચાના આહવાન પર સવારે 10:00 વાગ્યાથી મહાપંચાયત શરૂ થઈ ગઈ છે. તેમા કિસાન સંગઠનોના પદાધિકારી પણ સામેલ થશે. શનિવારે ટેન્ટ, લાઈટ, કુલર વગેરે લગાડવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. ત્યાગી સમુદાયના લોકોનું કહેવું છે કે, પશ્ચિમ અને પૂર્વ યુપી સિવાય બિહાર, હરિયાણા, રાજસ્થાન, પંજાબ સહિત અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો આવશે.શું છે મામલો?ગ્રાન્ડ ઓમેક્સ સોસાયટીમાં પ્લાન્ટ લગાવવાના વિરોધ પર શ્રીકાંત ત્યાગીએ મહિલા સાથે ઉદ્ધત વર્તન કર્યું હતું. આ મામલાનો વીડિયો વાયરલ થયા બાદ શ્રીકાંત ત્યાગી વિરુદ્ધ ગેંગસ્ટર એક્ટ સહિત અન્ય ધારાઓમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતા. 6 દિવસ બાદ પોલીસે તેની મેરઠથી ધરપકડ કરી હતી. વધુ વાંચો: મહિલા સાથે ઉદ્ધત વર્તન કરનાર બીજેપી નેતા શ્રીકાંત ત્યાગીની મેરઠથી ધરપકડરાષ્ટ્રીય બ્રહ્મ ઋષિ મહાસંઘના મુખ્ય સંરક્ષક નરેન્દ્ર ત્યાગીનું કહેવું છે કે, શ્રીકાંત કેસમાં રાજકારણથી પ્રેરિત છ યુવકો સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તેને બિનશરતી દૂર કરવો જોઈએ. તેમજ આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ થવી જોઈએ. તેમજ શ્રીકાંત પરથી ગેંગસ્ટર એક્ટ હટાવી દેવો જોઈએ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.