આટકોટમાં રાજકોટ-ભાવનગર હાઈ-વે પર વારંવાર ટ્રાફિક સમસ્યા છતાં તંત્ર પાસે તેનો કોઈ હલ નથી
આટકોટમાં રાજકોટ-ભાવનગર હાઈ-વે પર વારંવાર ટ્રાફિક સમસ્યા છતાં તંત્ર પાસે તેનો કોઈ હલ નથી
રાજકોટ-ભાવનગર હાઈ-વે રોડ પર આવેલ જસદણ તાલુકાના આટકોટ ગામે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. જેના લીધે વાહનચાલકોને લાંબા સમય સુધી થોભવાનો વારો આવ્યો હતો. આ ટ્રાફિક સમસ્યા પહેલા દિવસે એસ.ટી. બસના લીધે સજાણી હતી. જ્યારે બીજા દિવસે રાજકોટ-ભાવનગર હાઈ-વે રોડ પર અડીંગો જમાવી બેસતા રઝળતા પશુઓના લીધે સર્જાઈ છે. છતાં આટકોટ પોલીસ તંત્ર કે ગ્રામપંચાયત તંત્ર દ્વારા આ ટ્રાફિક સમસ્યા પ્રને કોઈ તસ્દી લેવામાં આવતી ન હોવાથી વાહનચાલકોમાં ભારે નારાજગી ઉઠવા પામી છે.
વધુમાં જસદણ તાલુકાનું આટકોટ ગામ રાજકોટ-ભાવનગર હાઈ-વે રોડ પર આવેલું હોવાથી દરરોજ હજારો નાનામોટા વાહનોની અહીંથી અવરજવર રહે છે. જેના લીધે આટકોટ પોલીસ સ્ટેશનની નજીક ખાણી-પીણીના ધંધાર્થીઓ દ્વારા ગ્રાહકોને પોતાના વાહનો રસ્તાની સાઈડમાં
રાખવાનું કહેવામાં આવતું હોવાથી તેના લીધે પણ અનેકવાર ટ્રાફિક સમસ્યા સર્જાતી હોવાનું ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું. જેથી આટકોટ પોલીસ મથકના જવાબદાર જવાનો દ્વારા આટકોટમાં વારંવાર સર્જાતી ટ્રાફિક સમસ્યા હલ કરવા માટેની યોગ્ય કામગીરી કરવામાં આવે તેવું વાહનચાલકો ઈચ્છી રહ્યા છે.
રીપોર્ટ રસીક વિસાવળીયા 7801900172
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.