મોરબીની જેમ જસદણમાં પણ પુલ લટકતી હાલતમાં
મોરબીની જેમ જસદણમાં પણ પુલ લટકતી હાલતમાં
ગુજરાતમાં મોરબી શહેરમાં જે ઝૂલતા પુલની ઘટના ઘટી છે ત્યારે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં પણ હાલ નેશનલ હાઈવે ઉપર આવેલ એક પુલ મોરબીના ઝુલતા પુલ જેવી હાલતમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે આ પુલ બાબતે તંત્રને જાગૃત નાગરિકો દ્વારા તેમજ મીડિયા દ્વારા અનેકવાર સમાચાર પ્રસિદ્ધ કરીને તંત્રને ઉજાગર કરવાના પ્રયાસો કર્યા છે ત્યારે આ પુલને કોઈપણ અધિકારી કે તંત્ર દ્વારા હાલ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ નથી આ પુલ ઉપરથી રોજેરોજના હજારો વાહનો પસાર થતા હોય છે અને આ પુલ મુખ્ય બાયપાસ હાઇવે ઉપર આવેલ છે આ ફૂલ અંદાજિત 10 થી 15 વર્ષ પહેલા બનાવવામાં આવેલ છે ત્યારબાદ આ પુલ નું કોઈ પણ જાતની કામગીરી થયેલ નથી અને દિવસે ને દિવસે ચોમાસા જેવી સિઝનમાં આ પુલ જર્જરીત હાલતમાં ફેરવાઈ રહ્યો છે અને આ પુલ ઉપરથી અનેક રાજકારણીઓ અને અધિકારીઓ રોજે પસાર થતા હોય છે ત્યારે જોવાનું એ રહ્યું કે જ્યારે મોરબીમાં ઝૂલતો પુલ ની જે ઘટના ઘટી છે તેવી શું જસદણમાં પણ આ ઘટના કે આ પુલ રાહ જોઈ રહ્યું છે કે આ પુલને લઈને તંત્ર તત્કાલ એક્શન મોડ માં આવશે? કે તંત્રની આળસના કારણે આ પુલમાં પણ લોકો મોતને ઘાટ ઉતરશે ? તો તેનું જવાબદાર કોણ ?
રીપોર્ટ હર્ષદ ચૌહાણ 72038 88088
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.