અરવલ્લી જિલ્લાસેવા સદન ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
પ્રથમ સુખ ખરેખર એ જ છે કે તમે જાતે તંદુરસ્ત અને નિરોગી રહો, કારણકે એક સ્વસ્થ તનની અંદર જ એક સ્વસ્થ મન રહી શકે છે, અને જીવનમાં કંઈપણ પ્રાપ્ત કરવા માટે એક સ્વસ્થ અને સશક્ત મન હોવું અનિવાર્ય છે. એટલે જો અર્થપૂર્ણ જીવન જીવવું હોય તો તંદુરસ્ત શરીર અનિવાર્ય છે, માટે તેની પ્રાથમિકતા સૌથી ઉપર છે.
અરવલ્લી જીલ્લા સેવા સદન મોડાસા ખાતે ફરજ બજાવતા અધિકારીશ્રીઓ તેમજ કર્મચારીઓશ્રીઓ માટે મેડીકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.જિલ્લા કલેકટરશ્રી,માન અધિક કલેકટરશ્રી,મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી,ઇએમઓશ્રી,ટીએચઓશ્રીના માર્ગ દર્શન હેઠળ યોજાયેલ મેડીકલ કેમ્પ માં સેવા સદન સ્ટાફ ના કુલ ૧૦૨ વ્યક્તિઓએ કેમ્પનો લાભ લીધો હતો.
જેમાં આરોગ્ય વિભાગ ના તબીબો તેમજ સ્ટાફ દ્વારા ડાયાબિટીસ,બીપી,આંખ, દાંત,મગજ સહિત અન્ય બિમારી બાબતે લેબોરેટરી તપાસ તેમજ સારવાર આપવામાં આવી હતી.
જિલ્લા કલેક્ટરશ્રી પ્રશસ્તિ પારીક દ્વારા મેડિકલ કેમ્પની મુલાકાત લેવામાં આવી હતી.તમામ અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ મેડિકલ કેમ્પમાં ચેકઅપ કરાવે તેવી અપીલ કરી હતી.
જીતેન્દ્ર ભાટીયા, 9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.