*તલોદનુ પુંસરી રામરોટી અન્નક્ષેત્ર આસપાસના ગામના ટીબીના દર્દીઓને પોષણયુક્ત ભોજન આપશે* *રામરોટીમાં લોટ બાંધવાનું અને રોટલી બનાવવાનું મશીન તેમજ ટિફિન પહોંચાડવા રીક્ષાનું લોકાર્પણ કરવામાં આવ્યું*
*તલોદનુ પુંસરી રામરોટી અન્નક્ષેત્ર આસપાસના ગામના ટીબીના દર્દીઓને પોષણયુક્ત ભોજન આપશે*
*રામરોટીમાં લોટ બાંધવાનું અને રોટલી બનાવવાનું મશીન તેમજ ટિફિન પહોંચાડવા રીક્ષાનું લોકાર્પણ કરવામાં આવ્યું*
સાબરકાંઠાના તલોદ તાલુકાના પુંસરી ગામનો કોઈપણ માણસ ભૂખ્યો ન સુવે તેવા સંકલ્પ સાથે સંવેદના ચેરીટેબલ ટ્રસ્ટ પુંસરી રામરોટી અન્નક્ષેત્ર શરૂ કર્યું છે. 50 દિવસના ટૂંકા ગાળામાં હાલ 32 લોકોને ઘરબેઠા ટિફિન પહોંચાડવામાં આવે છે ત્યારે રામ રોટી નો વ્યાપ વધારવા માટે લોટ બાંધવાનું મશીન રોટલી શેકીને તૈયાર કરવાનું મશીન સાથે ટિફિન વિતરણ માટે રીક્ષા નું પણ લોકાર્પણ પણ કરવામાં આવ્યુ છે. સાથે સાથે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા તપાસમાં બહાર આવેલ પુંસરી આસપાસના છ ટી. બી.ના દર્દીઓને પોષણયુક્ત ભોજન પૂરું પાડવાની શરૂઆત કરવામાં આવી છે. હવે લોકોને ભોજન તેમના ઘરે બેસી મળી જાય તેવું કરવામાં આવશે 50 દિવસના ટૂંકા સમય ગાળામાં 1009 લોકોને ટિફિન જ્યારે 278 લોકોને રસોડે ભોજન તેમજ 13 વાર મીઠાઈ અને તહેવારોને અનુરૂપ ફાફડા જલેબી પૂરું પાડવામાં આવ્યુ છે
હવે રામરોટી નો વ્યાપ વધારવામાં આવશે અને રામરોટી અને આટા મેકર રસોડામાં સેવા પૂરી પાડતાં ઇલાબેન પ્રજાપતિ અને ટીનાબેન પરમાર બહેનોના હસ્તે પૂજન કરી ને પ્રારંભ કરાવા માં આવ્યું હતો જયારે સાબરકાંઠા અરવલ્લી સાંસદ શ્રી દિપસિંહ રાઠોડની ગ્રાન્ટમાંથી લેવામાં આવેલ રિક્ષાનું લોકાર્પણ પુંસરી વિસ્તારના પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય અને સંવેદના ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ નરેન્દ્ર પટેલના હસ્તે થયું હતું. આ પ્રસંગે ટ્રસ્ટીઓ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા
ટીબી મુક્ત બનાવતા સરકારના સંકલ્પના ભાગરૂપે આ રોગના દર્દીઓને લાભ આપવા સંવેદના ચેરીટેબલ ટ્રસ્ટ ગુજરાત કક્ષાએ પોષણ યુક્ત ભોજન પુરૂપાડનાર પ્રથમ ટ્રસ્ટ હશે તેમ પ્રમુખ શ્રી નરેન્દ્ર પટેલે જણાવ્યું હતું. તેમજ રામરોટી 32 જરૂરિયાતમંદ, 4 દિવ્યાંગ તેમજ 18 વિધવા બહેનો ને ભોજન પહોંચાડે છે.
આ પ્રસંગે સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટ પુસરીના ટ્રસ્ટીઓ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
અહેવાલ
આબિદઅલી ભુરા સાબરકાંઠા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.