રાજકોટનું ગોઝારી ઘટનાને ત્રણ દિવસ બાદ બોટાદમાં ફાયર સેફ્ટી ને લઈને ચેકિંગ કેટલીક ખાનગી હોસ્પિટલમાં ફાયર સેફટી ની બેદરકારી
શનિવારે રાજકોટમાં ગેમ ઝોન ની ગોઝારી ઘટનાને ત્રણ દિવસ બાદ બોટાદના તંત્રએ ધોળ નિંદ્રામાંથી જાગીને શહેરની ખાનગી હોસ્પિટલો મોલ અને ભીડ ભાડવાળી જગ્યાએ ફાયર સેફટીને લઈને તપાસ હાથ ધરી હતી કેટલી ખાનગી હોસ્પિટલમાં ફાયર સેફ્ટી ને લઈને નોટિસ પણ આપવામાં આવી હતી રાજકોટમાં જે ટીઆરપી ગેમ ઝોનમાં દુર્ઘટના બની હતી તેના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે ત્યારે બોટાદનું તંત્ર ઢોર નિંદ્રામાંથી જાગ્યું છે અને બોટાદ ડીવાયએસપી મહર્ષિ રાવલ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા ફાયર સેફટી ને લઈને આજે સાંજના સમય શહેરમાં શોપિંગ મોલ ખાનગી હોસ્પિટલ થિયેટર વગેરે જેવી બિલ્ડિંગોમાં ફાયર સેફ્ટી નું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ફાયર સેફટી ને લઈને ચેકિંગ દરમિયાન કેટલી ખાનગી હોસ્પિટલમાં ફાયર ની બોટલ નો એક્સપાયરી બેટની જોવા મળી હતી તેમજ જનરેટરમાં રૂમમાં ઓક્સિજનના બાટલાનો છઠ્ઠો જોવા મળ્યો હતો તેમ જ અન્ય એક ખાનગી હોસ્પિટલમાં પણ ફાયરની બોટલો એક્સપાયરી ડેટ ની જોવા મળી હતી જેથી ફાયર દ્વારા નોટિસો તેમજ સૂચનાઓ આપી હતી.
બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.