આણંદને મેઘરાજાએ મચાવ્યો તાંડવ
આણંદને મેઘરાજાએ ધમરોળ્યુ,બોરસદના સારોલમાં તળાવ ફાટતાં પાણીનો ધોધ શાળા તરફ વળ્યો, સ્થાનિકોએ વિદ્યાર્થીઓને દોરડાથી બહાર કાઢ્યા.આણંદ જિલ્લામાં છેલ્લા સપ્તાહ દરમિયાન પડેલા ધમાકેદાર વરસાદથી સમસ્યા વકરી રહી છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની સ્થિતિ વધુ નાજુક બની છે. કાચા રસ્તા પર કાદવ-કીચડનું સામ્રાજ્ય છવાઇ જતાં કેટલાંક ગામોમાં અવરજવર મુશ્કેલ બની ગઇ છે. એમાંય બોરસદના સારોલ ગામે મંગળવારના રોજ ગોઠ સમા પાણી ભરાઇ ગયાં હતાં. તળાવ ફાટતાં પાણીનો ધોધ નજીકની શાળા તરફ વળ્યો હતો, જેથી વિદ્યાર્થીઓ ફસાયા હતા. આખરે ગ્રામજનોએ હિંમત દાખવી તંત્રની રાહ જોયા વગર જ બચાવકાર્ય હાથ ધરી હતી. તમામ વિદ્યાર્થીઓને સહીસલામત બહાર કાઢ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.