રાજકોટ શહેર પી.ડી.યુ મેડીકલ કોલેજમાં ન્યુરોસર્જનની નિમણુંક કરતી સરકાર.
રાજકોટ શહેર તા.૭/૧/૨૦૨૫ ના રોજ સમગ્ર સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટ ખાતે આવેલી પંડીત દિનદયાળ ઉપાધ્યાય સરકારી હોસ્પિટલમાં મગજની બિમારી સબબ સારવાર ન્યુરો સર્જનની ખાલી જગ્યાના કારણે મળતી નહી, ખાલી જગ્યા ભરવા બાબતે લાંબા સમયથી માંગણી થતી હતી. આ પ્રશ્ને જસદણ-વિંછીયા વિસ્તારના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલનું અંગત ધ્યાન દોરી ખાલી જગ્યા વહેલી તકે ભરવા ધ્યાન દોર્યુ હતું ત્યારબાદ રાજકોટ હોસ્પિટલની મુલાકાતે આવેલા આરોગ્ય મંત્રીએ પણ ખાલી જગ્યા વહેલી તકે ભરવા ખાત્રી આપી હતી. અકસ્માત સહીતના મગજને થતી ઈજાઓને લગતા કિસ્સાઓમાં આર્થિક નબળી સ્થિતીના ગરીબ લોકોએ ફરજીયાત ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેવા ઉપરાંત ઉચી ફી ચુકવવાની ફરજ પડતી હતી અથવા અમદાવાદ ખાતે રીફર કરવાની ફરજ પડતી હતી. જે ગરીબ દર્દીઓ માટે આર્થિક રીતે મુશ્કેલરૂપ હતું કેટલાક કિસ્સાઓમાં સમયસર સારવાર ન મળવાના કારણે મૃત્યુના કિસ્સાઓ બનતા હતા. દર્દીઓને પડતી મુશ્કેલી દુર કરવા માટે સરકારે ડો.તેજસ ચોટાઈ ની પી.ડી.યુ. મેડીકલ કોલેજ રાજકોટ ખાતે નિમણુંક કરતા ગરીબ દર્દીઓને મગજની બિમારી સબબ વિનામુલ્યે સારવાર મળતી થશે.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.