માદક પદાર્થ(પોશડોડા)ની ગેરકાયદેસર રીતે આંતરરાજયોમાં હેરાફેરી કરતી ગાડીને પકડી પાડી વાહન સહિત કુલ્લે રૂ.૧ ૬,૩૧,૪૫૦ /- નો મુદ્દામાલ કબ્જે કરી NDPSનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા
માદક પદાર્થ(પોશડોડા)ની ગેરકાયદેસર રીતે આંતરરાજયોમાં હેરાફેરી કરતી ગાડીને પકડી પાડી વાહન સહિત કુલ્લે રૂ.૧ ૬,૩૧,૪૫૦ /- નો મુદ્દામાલ કબ્જે કરી NDPSનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા
પોલીસ મહાનીરીક્ષક શ્રી અભય ચુડાસમા સાહેબ તથા પોલીસ અધિક્ષક સાબરકાંઠા શ્રી વિશાલકુમાર વાઘેલા, સાહેબ નાઓએ જીલ્લામાં દારૂ જુગારની તથા નશીલા પદાર્થની ગેરકાયદેસર પ્રવૃતિ અટકાવી નેસ્તનાબૂદ કરવા અસરકારક કામગીરી કરવા સુચના કરતાં જે અન્વયે પો.ઇન્સ. શ્રી એ.જી.રાઠોડ એલ.સી.બી. તથા પો.સ.ઇ. શ્રી એસ.જે.ચાવડા એલ.સી.બી. નાઓના માર્ગદર્શન અનુસાર એલ.સી.બી. સ્ટાફના એ.એસ.આઇ. દેવુસિંહ અમરસિંહ બ.નં.૮૯૧ તથા અ.પો.કો. અમરતભાઇ મેલાભાઇ બ.નં.૧૫૨ તથા અ.પો.કો. શુકલજીતસિંહ પ્રવિણસિંહ બ.નં.૭૧૩ તથા ડ્રા.પો.કો. ગીરીશભાઇ ગાંડાભાઇ બ.નં.૩૧૧ વિગેરે એલ.સી.બી. ના પોલીસ સ્ટાફની ટીમ બનાવેલ.
ઉપરોક્ત ટીમના માણસો ગઇકાલ રોજ તા.૨૦/૦૭/૨૦૨૩ ના રોજ ક.૧૨/૩૦ વાગે હિંમતનગર એ ડીવીજન પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં અને સાબરડેરીથી તલોદ રોડ તરફ જતાં ગઢોડા ગામની સીમમાં ઓરેકલ સીરામીકની ફેકટરી નજીક પહોચતાં સામેથી એક સફેદ કલરની ગાડી આવતી હોઇ જે પોલીસની ગાડી જોઇ ગાડીના ચાલકે તેની ગાડી ઓરેકલ સીરામીક ફેકટરીની સામેની બાજુ જતાં સીંગલ પટ્ટી રોડ ઉપર ગાડી ભગાડેલ જેથી સદર ગાડી ઉપર શંકાસ્પદ જણાતા ટીમના માણસોએ સરકારી વાહનથી સદરહુ ગાડીનો પીછો કરેલ અને સદર ગાડીનો પીછો કરી આગળ જતાં સાગર સોસાયટીમાં જતાં રસ્તો પુરો થઇ જતાં સદરહું ગાડી ઉભી કરી ગાડીનો ચાલક તથા તેની સાથેનો બીજો ઇસમ વાવેતર વાળા ખેતરોમાં ભાગવા લાગેલા જેથી તેઓનો પીછો કરતાં ગાડીનો ચાલક વાવેતર વાળા ખુલ્લા ખેતરોનો લાભ લઇ ભાગી ગયેલ અને તેની સાથેના ઇસમને કોર્ડન કરી પકડી પાડી તેને ગાડી પાસે લાવી તેનુ નામ ઠામ પુછતા સદર ઇસમ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર હોઇ અને તેને તેની સાથેનો નાસી ગયેલ ઇસમ બાબતે સદર કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરને પુછતા તે સદરહુ મહિંદ્રા મરાજો ગાડીનો ચાલક વિક્રમ જાટ રહે.નોખડા જી.બાડમેરનો હોવાનું અને પોતે તેનું પુરુ નામ સરનામું જાણતો નહી હોવાનું જણાવેલ. તેમજ સદર ગાડીમાં ભરેલ ચીજવસ્તુ બાબતે પુછતા તેમાં પોશડોડા ભરેલાનુ જણાવતાં આ માદક પ્રદાર્થ NDPS ને લગત કેસ હોઇ જરૂરી કાયદેસરની કાર્યપધ્ધતિને અનુસરી સદર પકડાયેલ સફેદ કલરની મહીન્દ્રા કંપનીની મરાજો ફોરવ્હીલ ગાડી નંબર GJ-23-CB-4420 માં વગર પાસ પરીટે ગેરકાયદેસર રીતે વેચાણ સારૂ કાળા કલરના પ્લાસ્ટીકના કોથળા નંગ-૧૮ માં પોશડોડા ૨૭૩.૭૦૦ કિ.ગ્રા.કિંમત રૂ.૮,૨૧,૧૦૦/- ના મધ્યપ્રદેશ નિમય નજીકથી ભરી ગુજરાત રાજ્યમાં થઇ વહન કરી લઇ જતા પોલીસે પીછો કરતા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરનો વગર પાસ-પરમીટનો ઉપરોકત કોથળા નંગ-૧૮ માં પોશડોડા ૨૭૩.૭૦૦ કિ.ગ્રા.કિમત રૂ.૮,૨૧,૧૦૦/- તથા મોબાઇલ નંગ-૨ કિ.રૂ.૧૦,૦૦૦/- તથા નંબર પ્લેટ નંગ-૪ કિ.રૂ.૦૦/૦૦ તથા મહીન્દ્રા કંપનીની મરાજો ફોરવ્હીલ ગાડી નંબર GJ-23- CB-4420 કિંમત રૂા. ૮,૦૦,૦૦૦/- મળી કુલ રૂપીયા ૧૬,૩૧,૪૫૦/-નો મુદામાલ સાથે મળી આવેલ હોઇ તેમજ આરોપી વિક્રમ જાટ નો નાસી જઇ નારકોટીકસ ડ્રગની હેરાફેરીમાં બાળકનો ઉપયોગ કરી ગુનો કરવામાં એકબીજાની મદદગારી કરી ગુન્હો કરેલ હોઇ સદરી બંન્ને વિરૂધ્ધ હિંમતનગર એ ડીવીજન પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૦૯૦૧૬૨૩૦૫૭૦/૨૦૨૩ એન.ડી.પી.એસ. એકટ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.