સાયલા તાલુકાના ઉમાપર નાં બોર્ડ પાસે બાઈક સ્લીપ મારતા એક યુવાનનું મોત. - At This Time

સાયલા તાલુકાના ઉમાપર નાં બોર્ડ પાસે બાઈક સ્લીપ મારતા એક યુવાનનું મોત.


સુરેન્દ્રનગરના સાયલા તાલુકા માં અકસ્માતના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે. જેમાં સાયલા તાલુકામાં રોડની બેદરકારી સામે આવી છે. 14/10/2022 નાં રોજ સાંજે 9 વાગ્યે સાયલા તાલુકાના સુદામડા પાળીયા રોડ વચ્ચે ઉમાપુરના પાટિયા પાસે બાઈક સ્લીપ મારતાં ઘટના સ્થળે રાવલ કરણભાઈ માધાભાઈ નુ મોત નિપજ્યું હતું. જ્યારે અકસ્માત સર્જાતા લાશને પીએમ અર્થે ખસેડવામાં આવી હતી જેમની ઉંમર આશરે 17 વર્ષ ની હતી. આ ઘટના અંગે પરિવારોને જાણ થતા શોકની લાગણી ફેલાઈ હતી. જેમાં સૂત્રો પાસેથી જાણવા મુજબ લોક મુખે ચર્ચા રહ્યું છે કે સુદામડા થી પાળીયાદ જતાં રોડ નું કામ ચાલુ છે તેમાં હલકી ગુણવત્તા વાળો મટીરીયલ્સ વાપરવામાં આવ્યો છે. જેના દ્રશ્યો નજરે પડે છે .જે રોડ બનાવતા ની સાથે જ રોડ પર ખાડા પડી ગયા છે. જેના લીધે વારંવાર અકસ્માત થાય છે. લોકોનું કહેવું છે કે આ રોડ આગળ તપાસ કરવામાં આવે અને કોન્ટ્રાક્ટરની સામે કાર્યવાહી કરવામાં આવે. આવા અનેક જગ્યાએ ભ્રષ્ટાચારો સામે આવે છે પરંતુ રજૂઆત કરવા છતાં અધિકારીઓના પેટમાં પાણી હાલતું નથી.
અહેવાલ.. જેસીંગભાઇ સારોલા.. સાયલા
બિઝનેસ પાર્ટનર.. રણજીતભાઈ ખાચર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.