રાજુલા શહેરમા તુલસીબાગનું નવિનીકરણ કરી કોમ્યુનિટી હોલ બનાવવા અમરેલી જીલ્લા યુવા ભાજપ ઉપપ્રમુખ વનરાજ વરૂની માંગ.
રાજુલા શહેરની મધ્યે આવેલ તુલસીંબાગ છેલ્લા ઘણા વર્ષોથી જર્જરીત હાલતમાં છે. અને લોક ઉપયોગમાં પણ આવતુ ના હોય અને તાઉતે વાવાઝોડા બાદ સંપૂર્ણ પણે વૃક્ષો પણ નાશ પામેલ છે. અને તુલસીબાગનું નવિનીકરણ કરવામાં આવે અને તેમાં અધ્યતન અને આધુનિક સુવિધા સભર કોમ્યુનિટી હોલ બનાવવામાં આવે તો સમગ્ર રાજુલા શહેરને લોક ઉપયોગી અને લાભદાયી થઇ શકે તેમ છે. અને શહેરના દરેક સમાજના લોકો પોતાના પરિવારના લગ્ન પ્રસંગ, ધાર્મિક કાર્યો, સામાજીક એવમ્ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ કરી શકશે. વધુમા જણાવેલ કે, અને અહીંયા કોમ્યુનિટી હોલ બનાવવાનું નકિક થાય તો ગ્રાઉન્ડ ફલોરમાં પાર્કિંગ બનાવવામાં આવે તો રાજુલા શહેરમાં દરેક તહેવારો નિમીત્તે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે અને વેપારીઓને પણ હાલાકી ભોગવવી પડે છે. તેનું પણ નિરાકરણ થઇ શકે તેમ છે. ત્યારે તુલસીંબાગનુ નવિનીકરણ કરી કોમ્યુનિટી હોલ બનાવવા માટે અમરેલી જીલ્લા યુવા ભાજપ ઉપપ્રમુખ વનરાજ વરૂએ ધારાસભ્ય, સાંસદ, જીલ્લા કલેક્ટર, તેમજ પ્રાંત અધિકારી, ચિફ ઓફિસર તેમજ ખરીદ વેચાણ સંઘના પ્રમુખ જીગ્નેશભાઈ પટેલને રજૂઆત કરવામા આવી છે.
રીપોર્ટ:- આસિફ કાદરી રાજુલા
7575861286
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.