ભાયાવદરની એચ.એલ. પટેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ તેમજ પી.ટી. માકડીયા લો કોલેજના વિદ્યાર્થીઓનો ભવ્ય વાર્ષિક મહોત્સવ યોજાયો - At This Time

ભાયાવદરની એચ.એલ. પટેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ તેમજ પી.ટી. માકડીયા લો કોલેજના વિદ્યાર્થીઓનો ભવ્ય વાર્ષિક મહોત્સવ યોજાયો


છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ, ઈનામ વિતરણ કાર્યક્રમ તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા

(આશિષ લાલકિયા દ્વારા)
ઉપલેટા તા.૧૯ માર્ચ ૨૦૨૩, ભાયાવદરની કોલેજ ખાતે કોલેજના વિદ્યાર્થીઓનો વાર્ષિક મહોત્સવ યોજવામાં આવ્યો હતો ત્યારે આ ઉત્સવની અંદર ત્રિવેદ કાર્યક્રમ યોજાયા હતા જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ, આગેવાનો, ટ્રસ્ટી મંડળો તેમજ અતિથિ વિશેષ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપલેટાના ભાયાવદર ગામની એચ.એલ. પટેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ તેમજ પી.ટી. માકડીયા લો કોલેજના વિદ્યાર્થીઓનો વાર્ષિક મહોત્સવ કોલેજ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમની અંદર વિદ્યાર્થીઓ આગેવાનો મહેમાનો સહિતના સૌ કોઈ લોકો બહોળી સંખ્યામાં આ કાર્યક્રમની અંદર જોડાયા હતા.

ભાયાવદર કોલેજ ખાતે યોજાયેલા કાર્યક્રમની અંદર અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો વિદાય, વર્ષ દરમિયાન કોલેજના વિદ્યાર્થીઓએ કોલેજમાં યોજાયેલી સ્પર્ધા, અન્ય જગ્યા ઉપર યોજાયેલી સ્પર્ધામાં કોલેજના વિદ્યાર્થીઓ મેળવેલ નંબર અને યુનિવર્સિટી લેવલ તેમજ ઈતર પ્રવૃત્તિઓમાં કોલેજનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓનો વિશેષ સન્માન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ બાદ કોલેજનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ પોતાનામાં રહેલી કલા અને કૌશલ્યને સુંદર રીતે રજૂ કરી ઉપસ્થિત સૌ કોઈનું મન મોહી લીધું હતું.

વાર્ષિક મહોત્સવમાં યોજાયેલ ત્રિવેદ કાર્યક્રમની અંદર મંચસ્થ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરી ત્યારબાદ ઉપસ્થિત સૌ કોઈ મહેમાનોએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી જેમાં કોલેજના વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા અને આ સાથે જ ટ્રસ્ટી મંડળ તેમજ કોલેજના આમંત્રણને માન આપી મહેમાનો, આગેવાનો સહિતના સૌ કોઈ લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને તેમની કલા અને કૌશલ્ય નિહાળ્યા બાદ તેમનો જોમ અને જુસ્સો વધારવા માટે પ્રોત્સાહિત રોકડ હિનામોની પણ વર્ષા મહેમાનો દ્વારા કરવામાં આવી હતી.

ભાયાવદર કોલેજ ખાતે યોજાયેલા આ કાર્યક્રમની અંદર મુખ્ય મહેમાન તરીકે સર્વોદય કેળવણી મંડળ ભાયાવદરના ટ્રસ્ટી અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પી.ટી. માકડીયા, ઉમિયા માતાજી મંદિર સીદસરના ટ્રસ્ટી જેન્તીભાઈ કાલરીયા, સિન્ડિકેટ સભ્ય અને કણસાગરા કોલેજ રાજકોટના આચાર્ય ડોક્ટર આર.આર. કાલરીયા, ઉપલેટા આર. પી. ભાલોડિયા કોલેજના આચાર્ય ડો. એમ.જી. કાલાવડીયા, પૂર્વ આચાર્ય ડોક્ટર વિજયભાઈ પટેલ, ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સના ઘનશ્યામભાઈ વોરા, ગિરધરભાઈ સંતોકી, અજીતસિંહ જાડેજા, કાંતિભાઈ જાવિયા, ભાયાવદર પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. કે.પી. મેતા, ટ્રસ્ટી પિયુષભાઈ ચોવટીયા, ખુશ્બુબેન માકડીયા, સી.એન. વાછાણી, ભાયાવદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ નયનભાઈ જીવાણી સહિતના મહેમાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

ભાયાવદર કોલેજ ખાતે યોજાયેલા કાર્યક્રમના અંતમાં ઉપસ્થિત સૌ કોઈ આગેવાનો મહેમાનો દ્વારા સમૂહમાં રાષ્ટ્રગાન પણ કરવામાં આવ્યું હતું અને રાષ્ટ્રગાન બાદ મહેમાનો આગેવાનો વિદ્યાર્થીઓ માટે કોલેજ દ્વારા સમૂહ ભોજનનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની અંદર સંપૂર્ણ આયોજન અને દેખરેખ કોલેજના આચાર્ય ડો. મનસુખલાલ સૌસાણી દ્વારા કરવામાં આવી રહ્યું હતું.

કોલેજના ઇનામ વિતરણ કાર્યક્રમની અંદર સૌથી વધુ ઇનામ કોલેજની બી.સી.એ. માં અભ્યાર કરતી વિદ્યાર્થિની જેની રાઠોડને પ્રાપ્ત થયા છે જેમાં નિબંધ સ્પર્ધા, મહેંદી સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, વાનગી સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, વેસ્ટ માંથી બેસ્ટમાં ઈનામ પ્રાપ્ત થયા છે. કોલેજના સાંસ્કૃતિક કાર્યક્રમની અંદર સુંદર રીતે એક બાદ એક કૃતિઓ માટેની સંપૂર્ણ માહિતીઓ અને પરિચય કોલેજની વિધાર્થિની રૂચિ ગોસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજના પ્રોફેસર ફાલ્ગુન કનેરિયા એક કર્યું હતું. કોલેજના ફંકશનની તૈયારીઓ અને વિદ્યાર્થીઓ માટે પ્રોફેસર વી.વી. સુતરીયાએ સતત દેખરેખ રાખી હતી તેમજ કોલેજના પ્રોફેસર ડો. કે. એમ. માયાવાંશીએ જહેમત ઉઠાવી હતી અને મનોરંજન પુરૂ પડ્યું હતું.

તસવીર/અહેવાલ:- આશિષ લાલકિયા, ઉપલેટા (રાજકોટ)
મો. 9016201128


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon