ઇતિહાસ ના પાને અમર ત્યાગ બલિદાન શોર્ય સાહસ વીરતા પરમાર્થ ઉદારતા ના ઉમદા ગુણો ધરાવતા રત્નો લેઉવા પટેલ ની ઉદારતા આહીર બ્રહ્મણ નું શોર્ય અને કોળી ની કુનેહ
ઇતિહાસ ના પાને અમર ત્યાગ બલિદાન શોર્ય સાહસ વીરતા પરમાર્થ ઉદારતા ના ઉમદા ગુણો ધરાવતા રત્નો લેઉવા પટેલ ની ઉદારતા આહીર બ્રહ્મણ નું શોર્ય અને કોળી ની કુનેહ "પરાગ જો અંતર માં હશે તો એ પાંગરી ને કદી પુષ્પ ખીલશે મનોરથો સ્વપ્ન મહીં હશે તો સિદ્ધિ રૂપે કાર્ય વિશે પ્રગટશે"
પીઠવડી ખોખરી બોરીયા કેરાળા ના તોરણ બંધાયા
સંવત ૧૮૦૧ માં પટેલ કાનજી વધાસિયા એ ખોખરી નું તોરણ બાંધ્યું સાથે માદળીયા કુનડીયા રાખોલીયા ક્યાડા અને ગાજીપરા આવ્યા પ્રથમ કાચો ચોરો બાંધી સંવત ૧૮૧૪ ના વૈશાખ સુદ -૩ ના દિવસે ૮૦ મણ ધી વાપરી ઉદારતા દર્શાવી ઠાકોર કુંભાજી હાથી ની સવારી એ પધાર્યા પટેલ ની આવી ઉદારતા જોઈ ઠાકોર સાહેબે ચાર સાતી ચાર વાડી કૉસ કાનજી પટેલ ને સોપિયા પૂજારી ખેડ નહિ કરે તેવી ટકોર કરતા કાનજી પટેલે પૂજારી ના ગુજરાત ની જવાબદારી ગામ લેશે ની ખાત્રી થી રાજવી એ ખુશ થયા પટેલ રામજી સુવાગિયા ગુજરાત ના સુવાગ આવ્યા સુવાગિયા કહેવાય છે પૂજા પટેલ હાલાર માંથી વજેસીગજી ના રાજ માં પીઠવડી નું તોરણ બાંધ્યું આબાદ ઉન્નત થઈ રાજ માં આદર્શ ગામ ની ઉપમા થી પંકાયું હતું પટેલ જાગા વિરડીયા ગુજરાત આથી જામ કંડૉરણા ના બોરીયા માં સંવત ૧૮૬૨ માં ઘનજી પટેલે કેરાળા નું તોરણ બાંધ્યું ગામ ને આબાદ કરી જનાર લેઉવા પટેલ સમાજ ની વ્યસન મુક્તિ કુરિવાજો દેખાદેખી બંધ થવા ધારા બાંધનાર પરિવારો ની ડગલે ને પગલે ઉદારતા ના દર્શન થતા રહે છે તો સાથો સાથ અન્ય સમાજ ની પણ ત્યાગ બલિદાન શોર્ય સાહસ થી છાતી ગજ ગજ ફૂલી ગૌરવ અનુભવે તેવા ઉજળા અમર પાત્રો
લાઠીનો વીર દેદો ફાટફાટ જવાની ધરાવતો આહીર દેદો પોતાના મોસાળેથી લાઠી આવતો હતો ત્યારે બાદશાહના કહેણથી લાઠીના દરબારે સત્તાવીશ કુંવારી કન્યાઓને ઘરમાં પૂરી હતી. તેઓની કારમી ચીસો સાંભળતા તે રોમેરોમ સળગી ઉઠઠ્યો અને હાથમાં તલવાર લઇ, જ્યાં કન્યાઓને પૂરી હતી તે ઓરડે પહોંચી ગયો, તલવારથી ચોકિયાતોન માથા ઉતારી લીધાં, અને કન્યાઓને મુકત કરી, હેમખેમ એના માવતરને ઘેર મોકલાવી દીધી. બાદશાહને ખબર પડી એટલે લાઠીને ઘેરો ઘાલ્યો. દેદો, વીરતાથી એની સામે ઝઝૂમ્યો, લડયો અને વીરગતિ પામ્યો ધૂફણિયાની ધારે એની ખાંભી ઉભી છે. આજે પણ કુંવારી કન્યાઓ એની સ્મૃતિમાં એને ‘મા જણ્યો ભાઇ’ ગણી જેઠ મહિનામાં રવિવારે દેદો ફૂટે છે. એની વીરતાના મરશિયા ગાય છે ! લાઠી આહીરાણી વાલીબાઇની વિરતા
અગાઉ લાઠી સેતા દરબારનું ગામ હતું. પણ ગોહિલ રજપૂતોએ એને જીતી લેતાં ગોહિલનું થયું. એક ગોહિલ રાજવીએ પોતાના બાળકુંવર લાખાજીને છ મહિનાના મૂકીને ગામતરું કર્યું એ તકનો લાભ લઇને સેતા દરબારોનું જૂથ ચઢી આવ્યું. એ વખતે રાણીસાહેબા પાસે વાલીબાઇ નામે આહિરાણી બેઠાં હતાં. તે દરખારો ની ઇચ્છા પારખી ગયાં. એક દરબાર, પારણામાં સૂતેલા લાખાજીરાજને ઉપાડવા ગયો ત્યારે વાલીબાઇએ તેના ઉપર કડલાંનો ઘા કર્યો, અને તેના રામ રમી ગયાં પછી તો એ રણચંડી બની, અને તલવાર લઇ, દરબારો ઉપર તૂટી પડી. એમની લોથો ઢળવા માંડી, દરબારો ભાગ્યા અને બાળકુંવર લાખાજી બચી ગયા. અને ગોહિલકુલનો વંશવેલો બચી ગયો. આવી અનન્ય રાજભક્તિ અને બહાદુરીની કદર રૂપે, રાજવંશે આહીરાણી વાલીબાઇ ગાગીયાણીને ત્રણસો વીઘા જમીન આપી હતી જવાંમર્દ પગી શ્રી રામભાઈ કોળી
સને ૧૯૪૮ થી ૧૯૫૨ સુધીમાં ૮૭ ખૂન, ૭૦ નાનામોટા ગુના તેમજ સાડાપાંચ લાખ ગુના તેમજ રૂપિયાની લૂંટ કરનારા ભૂપત બહારવટિયાને જબ્બે કરવા સૌરાષ્ટ્ર સરકારે ૫૦ હજાર રૂપિયાના ઇનામની જાહેરાત કરી હતી.તે વખતના સૌરાષ્ટ્રના આઇ.જી.પી. શ્રી વિષ્ણુ ગોપાલ કાનેટકરે આદરેલી ઝુંબેશમાં ભૂપત ડાકુની ચાલાકી સામે સૌરાષ્ટ્રભરના સાત હજાર પોલીસ કરતાં પણ વધુ ઉપયોગી અને અસરકારક પુરવાર થનાર અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ચમારડી ગામના રામભાઇ કાળાભાઇ પગી હતા.ચમારડી ગામના આ ચૂંવાળિયા કોળી પગેરું શોધવામાં એકકા હતા. કોઇ પણ વ્યક્તિ કે જનાવરના જમીન પર પડેલા પગલાની છાપ પરથી સગડ શોધી લેતા હતા.લોકોના માલ ઢોર ગુમ થાય ત્યારે રામભાઇ પગીની મદદ લેતા હતા. એ રીતે ખૂંખાર ડાકુ ભૂપતને હંફાવવા સાડા પાંચ ફૂટના પાંત્રીશ વર્ષના પગીથી રામભાઇને આઇ.જી.પી. કાનેકટરે કહ્યું કે સૌરાષ્ટ્ર રાજ્યને તમારા સહકારની જરૂર છે એટલે એ જુવાને ઝટપટ જવાબ વાળ્યો કે હુકમકરો, મા-બાપ દેહ પડી જાય ત્યાં સુધી તમારા ભેરે છું મને પૈસાની પડી નથી.જ્યારે ૨૧ મે ૧૯૫૧ના રાજકોટ જિલ્લાના ખારચિયા ગામે ડાકુ ભૂપતે અંધાધૂંધ ગોળી ચલાવી દશ વ્યક્તિના ઢીમ ઢાળી દીધા હતા. ત્યારે ભૂપતના સાગરીત દેવાયત વાંકે કહેલ કે, ‘‘રામા પગીને આપણા પગલા જોવા ન મળે એમ ભાગો.એથી બળદગાડામાં બેસીને એ લોકો જતા રહ્યા હતા. છતાં સ્પેશ્યલ ડોગ સ્કવોડ્ જેવા રામ પગીના સથવારે પોલીસ પાર્ટીએ જઇ પગેરું મેળવ્યું હતું.કાઠિયાવાડી કોઠાસૂઝ ધરાવનાર આ કોળી રામભાઇ પગી ૭૫ વર્ષના થઇ ૧૯૭૩માં અવસાન પામ્યા છે જાનબાઈ ની દેરડી નું તોરણ બાંધનાર ભડલી માં વસેલ ભટ્ટ પરિવાર ની દોથા જેવડી દેરડી દરિયા જેવડી વાત સોમનાથ ની સખાતે ચડનાર વીર હમીરજી ગોહિલ સાથે ૩૦ જણા માં જાનબાઈ ની દેરડી ના વેજલ ભટ્ટ ને બાવન ધા વાગ્યા હતા તેનો દુહો "કરશન વેલો ગોઈઓ ભોળા વેજલ ભટ્ટ સોમનાથ ના શરણે રાખી પરિયા વટ" એટલે જ ભટ્ટ કુટુંબ ના પ્રથમ પુત્ર જન્મે બાવન ગજ ની ધજા સોમનાથ મહાદેવ ને ચડે છે ભૃતહરિ એ યોગ્ય જ કહ્યું છે કે સેવા ધર્મ છે બહુ ઊંડેરો યોગી ઓથી એ અજાણ્યો કલ્યાણ પ્રવૃત્તિ કરનાર નું કદી અહિત થતું નથી
સૌજન્ય સૌરાષ્ટ્ર લેઉવા પાટીદાર ઇતિહાસ
સંપાદક નટવરલાલ જે ભાતિયા દામનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.