ખૂબ જ જરૂરી/ આપનું ડિમેટ અકાઉન્ટ થઈ જશે ડિએક્ટિવ, ફક્ત 3 દિવસ બચ્યા છે, આ કામ કરી લેજો
1લી જુલાઈથી ઘણા નિયમો બદલાઈ જશે. તમારા માટે આ જાણવું ખૂબ જરુરી છે, નહીંતર તમને નુકસાન થઈ શકે છે. આમાંથી એક નિયમ ડીમેટ અકાઉન્ટ સાથે પણ જોડાયેલ છે. ડીમેટ એકાઉન્ટનો અર્થ એ છે કે, જે એકાઉન્ટથી તમે શેર ખરીદો અને વેચો છો. ડીમેટ ખાતાની KYC કરવાની છેલ્લી તારીખ પણ 30મી જૂન છે.
જો KYC નહીં કરવામાં આવે તો ડીમેટ એકાઉન્ટ ડિએક્ટિવ થઈ જશે. આ સાથે તમે શેરબજારમાં વેપાર કરી શકશો નહીં. જો કોઈ વ્યક્તિ કંપનીના શેર ખરીદે છે, તો પણ આ શેર ખાતામાં ટ્રાન્સફર કરી શકશે નહીં. KYC પૂર્ણ અને વેરિફિકેશન પછી જ આ કરવામાં આવશે.
દરેક ડીમેટ અકાઉન્ટને 6 વિગતો સાથે KYC કરવાની જરૂર છે, પરંતુ હજુ સુધી તમામ ડીમેટ ખાતાઓને 6 KYC સ્ટેપ સાથે અપડેટ કરવામાં આવ્યા નથી. આ 6 KYC સુવિધાઓ અપડેટ કરવા માટે ડીમેટ, ટ્રેડિંગ એકાઉન્ટ ધારક જરૂરી છે. જેમાં નામ, સરનામું, PAN, મોબાઈલ નંબર, માન્ય ઈમેલ આઈડી, આવક મર્યાદાનો સમાવેશ થાય છે. 1 જૂન, 2021 થી ખોલવામાં આવેલા નવા ડીમેટ ખાતાઓ માટે તમામ 6-KYC સ્ટેપ ફરજિયાત બનાવવામાં આવ્યા છે.
KYC કેવી રીતે કરી શકાય ?
સ્ટોક બ્રોકર્સ તેમના ગ્રાહકો એટલે કે ડીમેટ ટ્રેડિંગ એકાઉન્ટ ધારકોને ડીમેટ એકાઉન્ટને ડિએક્ટિવ થતા રોકવા માટે KYC કરાવવાની સલાહ આપી રહ્યા છે. લગભગ તમામ બ્રોકરેજ હાઉસ ઓનલાઈન KYC સુવિધા પૂરી પાડી રહ્યા છે. આ સિવાય તમે બ્રોકરેજ હાઉસની ઓફિસમાં જઈને પણ KYC કરાવી શકો છો.
આધાર પાન લિંક કરાવો
જો તમે અત્યાર સુધી તમારા આધાર કાર્ડને PAN સાથે લિંક નથી કરાવ્યું તો જલ્દી કરો. જો તમે 30 જૂન કે તે પહેલા તમારા PAN ને આધાર સાથે લિંક કરો છો, તો તમારે 500 રૂપિયાની ફી ચૂકવવી પડશે. 1 જુલાઈના રોજ અથવા તે પછી પાન-આધાર લિંક થવા પર, 1,000 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે. તમે ઈન્કમ ટેક્સ પોર્ટલ દ્વારા સરળતાથી આધાર કાર્ડને PAN સાથે લિંક કરી શકો છો. આ સિવાય તમે આધાર સેવા કેન્દ્રની મુલાકાત લઈને પણ આ કામ કરાવી શકો છો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.