ગઢડાના વેપારી એસો.ની બેઠકમાં મતદાન કરી આવનારને દુકાનોમાં ડિસ્કાઉન્ડ આપવા અપીલ કરાઈ
ગઢડાના વેપારી એસો.ની બેઠકમાં મતદાન કરી આવનારને દુકાનોમાં ડિસ્કાઉન્ડ આપવા અપીલ કરાઈ
ગઢડા નગરપાલિકા વિસ્તારમાં મતદારોની સહભાગીતા વધે અને ભારતના ચૂંટણીપંચનું સુત્ર નો વોટર લેફ્ટ બિહાઇન્ડ ચરિતાર્થ થાય તે હેતુથી વધુમાં વધુ નાગરિકો મતદાન કરવા માટે પ્રેરાય તે માટે ગઢડા શહેરમાં આવેલી દુકાનો, હોટેલ્સ, મેડિકલ સ્ટોરમાં ચૂંટણીના દિવસે મતદાન કરીને આવનાર નાગરિકોને દુકાનો દ્વારા અવસર ડિસ્કાઉન્ટ આપવામાં આવે તે માટે ગઢડા નગરપાલિકા ખાતે ચીફ ઓફીસર પ્રેરક પટેલ દ્વારા વેપારી એસોસિએશન સાથે બેઠક યોજાઈ હતી. અને વધુમાં વધુ વેપારીઓ લોકશાહીના આ પર્વમાં જોડાય અને અન્ય લોકોને પણ જોડવા માટે પ્રોત્સાહન આપે તે માટે અપીલ કરવામાં આવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.