આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ વડનગર ખાતે ‘ફેશન શો’ નું આયોજન - At This Time

આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ વડનગર ખાતે ‘ફેશન શો’ નું આયોજન


આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ વડનગર ખાતે ‘ફેશન શો’ નું આયોજન
વી. એન. એસ. બી. લી. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ વડનગરમાં આધુનિક યુગ ના પરિપ્રેક્ષમાં વ્યક્તિત્વ ને અભિવ્યક્ત કરવાના એક અનોખા હેતુ થી તા. ૯/૨/૨૦૨૪ ના રાખેલ ‘ટ્રેડિશનલ ડે’ ના દિવસે ‘ફેશન શો’ નું આયોજન કરવામાં આવ્યું હતું; જેમાં કુલ ૬૨ વિદ્યાર્થી ભાઈ-બહેનોએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો, જેમાં પ્રથમ ક્રમે પરમાર રામદેવ.જી, બીજા ક્રમે ,સથવાર વૈશૂર. આર ,ત્રીજા ક્રમે સોલંકી મોનિકા એન. અને ઠાકોર સંજય એસ. વિજેતા બન્યા હતા. તેમા નિર્ણાયક તરીકે ડૉ. જ્યોત્સના રાવલ તથા પ્રો.પાયલ દેસાઇએ મહત્વની ભૂમિકા ભજવી હતી. ડૉ. ધરતી જૈન અને પ્રો. વિનિતા નાયકે તથા અન્ય અધ્યાપક મિત્રો ડૉ. પ્રિયંકા સોની, ડૉ. તસ્લીમ મન્સુરી, ડૉ. પારૂલ પરમાર તથા પ્રો. ગોપાલ ઠાકોર ના સહયોગ થી પ્રિ. ડૉ. ડી. યુ. પટેલ ના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યકર્મને સફળ બનાવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.