ઉર્વશી આકાશને આંબી… ભરૂચ જિલ્લાની પ્રથમ મહિલા પાઇલોટ બની…
બ્રિજેશકુમાર પટેલ - ભરૂચ જિલ્લા,
બ્યુરો ચીફ, એટ ધીસ ટાઇમ
ભરૂચ જિલ્લાના કિમોજના ખેડૂતની દીકરી હવે બોઇંગનું B-737 હવાઇ જહાજ ઉડાવશે
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કિમોજ ગામમાં રહેતાં અને ખેતીકામ કરતાં અશોક દુબેની દીકરી ઉર્વશી આકાશને આંબી રહી છે. ખેડૂતની દીકરીએ સખતમહેનતના અંતે કોર્મશિયલ પાઇલોટનું લાયસન્સ મેળવ્યુંછે.
હાલમાં જ તેણે બી-737વિમાન ઉડાવવાની તાલીમપૂર્ણ કરી છે. અને ટુંક સમયમાં વિશ્વનું સૌથી મોટુ કહી શકાયતેવું વિમાન ઉડાવશે. સપનાઓ માત્ર વિચારો છે અને તે વાસ્ત વિકતા ન બને ત્યાં સુધી મહેનત કરવી જોઇએ. તેના પરિવારની આર્થિક સ્થિતિ સારી નહિ હોવાથી વધુ તાલીમ માટે ઘણી મુશ્કેલીઓ નડી હતી. ગત વર્ષે ફેબ્રુઆરી મહિનામાંજ તેને કોર્મશિયલ પાઇલોટનું લાયસન્સ મળ્યું હતું. ભરૂચ જિલ્લાની પ્રથમ મહિલા પાઇલોટ બનવાનું શ્રેય પણ તેના ફાળે જાય છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.