Appleના સૌથી પાવરફુલ ફોન iPhone 14 Pro અને 14 Pro Max લોન્ચ, 48MP કેમેરા સિવાય આ છે ખાસ - At This Time

Appleના સૌથી પાવરફુલ ફોન iPhone 14 Pro અને 14 Pro Max લોન્ચ, 48MP કેમેરા સિવાય આ છે ખાસ


એપલે આજે તેની ઇવેન્ટ ફાર આઉટમાં ઘણી પ્રોડક્ટ્સ લોન્ચ કરી છે. આ ઈવેન્ટમાં iPhone 14 સીરીઝ પણ લોન્ચ કરવામાં આવી હતી. iPhone 14 ને iPhone 13 ના કેટલાક અપગ્રેડ સાથે રજૂ કરવામાં આવ્યો હતો. જ્યારે iPhone 14 Pro મોડલ્સમાં કેટલાક મોટા અપગ્રેડ જોવા મળશે.

iPhone 14 Pro અને iPhone 14 Pro Maxના ફીચર્સ

iPhone 14 Pro મોડલ્સ સાથે કંપનીએ પંચ હોલ ડિસ્પ્લે ડિઝાઇન પર સ્વિચ કર્યું છે. એટલે કે, iPhone 14 Proને પંચ હોલ ડિસ્પ્લે ડિઝાઇન સાથે રજૂ કરવામાં આવ્યો છે. જો કે પહેલા એન્ડ્રોઇડ ફોનમાં આ ડિઝાઇન જોઈ ચૂક્યા છીએ. iPhone 14 Proમાં આપવામાં આવેલા નવા નોચનું નામ Dynamic Island છે.

iPhone 14 Pro મોડલમાં ઘણા નવા ફીચર્સ આપવામાં આવ્યા છે. આમાં તમને ઓલવેઝ-ઓન ડિસ્પ્લે જોવા મળશે. આ એન્ડ્રોઇડ ફોન પર પણ લાંબા સમયથી હાજર છે. જો આ સાથે તેનો ઉપયોગ ન કરવામાં આવે તો પણ સ્ક્રીન સંપૂર્ણપણે બંધ થશે નહીં.

આમાં કંપનીએ નવો લો-પાવર મોડ પણ આપ્યો છે. આનાથી બેટરીની લાઇફ લાંબી ચાલશે. આમાં Appleના લેટેસ્ટ A16 Bionic ચિપસેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કંપનીએ કહ્યું છે કે આ ચિપસેટ 4 નેનોમીટર પ્રોસેસ પર તૈયાર કરવામાં આવ્યો છે. કંપનીએ તેમાં 48 મેગાપિક્સલનો કેમેરો આપ્યો છે.

આ નવા iPhone 14 Pro મોડલમાં સેટેલાઇટ કનેક્ટિવિટી પણ આપવામાં આવી છે. જેનાથી નેટવર્ક ન હોય ત્યાં પણ લોકો સાથે વાત કરી શકાય છે. જોકે, આ ફીચર ભારત માટે નથી. આ માટે કંપની પાછળથી ચાર્જ પણ લેશે.

iPhone 14 Pro અને iPhone 14 Pro Maxની કિંમત

iPhone 14 Proની કિંમત $999 રાખવામાં આવી છે. જ્યારે iPhone 14 Pro Maxની કિંમત $1099 રાખવામાં આવી છે. તેનું વેચાણ 16 સપ્ટેમ્બરથી શરૂ થશે. ભારતમાં iPhone 14 Proની કિંમત 1,29,900 રૂપિયાથી શરૂ થશે જ્યારે iPhone 14 Pro Maxની કિંમત 1,39,900 રૂપિયાથી શરૂ થશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.