ગોધરા ખાતે રાજ્યના શિક્ષણ મંત્રીશ્રી અને પ્રભારી મંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોરના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ
પંચમહાલ જિલ્લામાં વર્ષ ૨૦૨૪-૨૫ માટે રૂ.૧૦૧૩.૭૮ લાખના ૭૧૨ વિકાસના કામોને સરકારશ્રીની ગાઈડ લાઈનને ધ્યાનમાં રાખીને મંજુર કરાયા
ગોધરા
રાજ્યના શિક્ષણ મંત્રીશ્રી અને પંચમહાલના પ્રભારી મંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોરના અધ્યક્ષસ્થાને આજરોજ ગોધરા કલેકટર કચેરી,સભાખંડ ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી. જેમાં બેઠકની શરૂઆત જિલ્લા કલેકટરશ્રી,પંચમહાલ દ્વારા અધ્યક્ષશ્રીનું સ્વાગત કરી બેઠકમાં ઉપસ્થિત તમામનું સ્વાગત કરીને બેઠકની કાર્યવાહી શરૂ કરી હતી.
સદર બેઠકમાં પંચમહાલ જિલ્લામાં ૧૫% વિવેકાધીન અને પ% પ્રોત્સાહક જોગવાઈ (તાલુકા કક્ષા અને નગરપાલિકા કક્ષા)ના તાલુકાવાર અને નગરપાલિકાવાર રજુ થયેલ આયોજન વંચાણે લઈ રજુ થયેલ વર્ષ ૨૦૨૪-૨૫ના કુલ રૂ.૧૦૧૩.૭૮ લાખના ૭૧૨ વિકાસના કામોને સરકારશ્રીની ગાઈડ લાઈનને ધ્યાનમાં રાખીને મંજુર કરવામાં આવ્યા હતા.જેમાં ગોધરા તાલુકામાં ૧૫૦.૨૫ લાખના ૧૪૩ કામો, કાલોલ તાલુકામાં ૧૨૦.૫૦ લાખના ૧૦૨ કામો, ઘોઘંબા તાલુકામાં ૧૨૫ લાખના ૧૦૪ કામો, હાલોલ તાલુકામાં ૧૪૪ લાખના ૭૬ કામ, જાંબુઘોડા તાલુકામાં ૧૨૫ લાખના ૬૦ કામ,શહેરા તાલુકામાં ૧૨૭.૫૦ લાખના ૮૯ કામ, મોરવા(હ) તાલુકામાં ૧૨૯ લાખના ૧૧૭ કામ, ગોધરા નગરપાલિકાના ૨૫.૫૩ લાખના ૬ કામ, કાલોલ નગરપાલિકાના ૨૫ લાખના ૦૫ કામ, હાલોલ નગરપાલિકાના ૧૫.૫૦ લાખના ૦૩ કામ તથા શહેરા નગરપાલિકાના ૨૬.૫૦ લાખના ૦૭ વિકાસના કાર્યો મંજુર કરાયા હતા.
આ સાથે અધ્યક્ષસ્થાનેથી જિલ્લામાં શરૂ ન થયેલ તથા પ્રગતિ હેઠળના તમામ કામોની સબંધિત અમલીકરણશ્રીઓ સાથે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં સને ૨૦૨૦-૨૧ થી સને ૨૦૨૩-૨૪ના કામો તાત્કાલિક પૂર્ણ કરવા તથા તેના ખર્ચનું ચુકવણું પણ નીયત સમયમર્યાદામાં કરવા સુચના આપવામાં આવી.મંત્રીશ્રીએ પંચમહાલ જિલ્લામાં વિકાસના વિવિધ કાર્યો સમયસર પૂર્ણ કરવા બદલ જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન પાઠવ્યા હતા.પંચમહાલ જિલ્લા આયોજન અધિકારીશ્રીએ બેઠકના એજન્ડા મુજબ મુદ્દાવાર બેઠકની કાર્યવાહી,સ્વાગત અને આભારવિધિ કરી હતી.
બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રેણુકાબેન ડાયરા,સર્વ ધારાસભ્યશ્રી જયદ્રથસિંહ પરમાર,શ્રી સી.કે.રાઉલજી,શ્રી ફતેહસિંહ ચૌહાણ,શ્રીમતી નિમિષાબેન સુથાર,સામાન્ય વહીવટ વિભાગ આયોજનના નિરીક્ષકશ્રી,જિલ્લા કલેકટરશ્રી આશિષ કુમાર,જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.બારીયા,તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ સહિત સબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર, વિનોદ પગી પંચમહાલ
8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.