અપહરણ ના ગુનામાં છેલ્લા છ મહિનાથી નાસ્તો ફરતા આરોપી ને ઝડપી પાડતી સિહોર પોલીસ ટીમ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબ ભાવનગર રેન્જ ભાવનગર તથા પોલીસ અધિક્ષકશ્રી
ડો.હર્ષદ પટેલ સાહેબ ભાવનગરનાઓએ પાલીતાણા ડિવીઝનના નાયબ પોલીસ અધિક્ષકશ્રી મિહિર
બારિયા સાહેબને સુચના આપેલ હોય જે સુચના અન્વયે શિહોર પોલીસ સ્ટેશનનાં પો.ઇન્સ.શ્રી
એ.બી.ગોહીલ, શિહોર પોસ્ટે વિસ્તારમાં આગામી લોકસભા સામન્ય ચુટણી અંગે નાસતા ફરતા આરોપી તથા
પેરોલ જમ્પ થયેલ આરોપીઓને પકડી કાયદેસર ની કાર્યવાહી કરવા સુચના આપેલ હતી.
> શિહોર પોલીસ સ્ટેશનના પો.ઇન્સશ્રી એ.બી.ગોહીલ સાહેબ ની સુચના અન્વયે સર્વેલન્સ સ્ટાફ ના માણસો
પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન બાતમી રાહે હકિકત મળતા બરવાળા પો.સ્ટે ગુ.રનં
૧૧૧૯૦૦૦૧૨૩૦૨૨૫/૨૦૨૩ ઇ.પી.કો કલમ ૩૬૩,૩૬૬ વિગેરે મુજબના અપહરણના ગુન્હામા સંડોવાયેલ આરોપી
સુનિલભાઇ દેવજીભાઇ ઉધેળીયા રહે ભોળાદ તા શિહોર જી ભાવનગર વાળા ને ગુન્હાના કામે ધરપકડ
કરવાની બાકી હોય અને મજકુર આરોપી નાસતો ફરતો હોય જે આરોપી શિહોર દાદા ની વાવ પાસે ઉભો
હોવાની હકિકત આધારે સ્ટાફ ના માણસો દ્રારા પકડી મજકુરને બરવાળા પોલીસ સ્ટેશન જી બોટાદ ખાતે
મોકલી આપવા તજવીજ કરેલ છે
→ પકડાયે આરોપી નુ નામ -
(૧) સુનિલભાઇ દેવજીભાઇ ઉધેળીયા રહે ભોળાદ તા શિહોર જી ભાવનગર
> કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-
> શિહોર પોલીસ સ્ટેશનના પો.ઇન્સ.શ્રી એ.બી.ગોહીલ સાહેબ, તથા સર્વેલન્સ પો.સ્ટાફના હેડ કોન્સ
એચ.વી.ગોસ્વામી, તથા બી.બી.કરમટીયા તથા પો.કોન્સ.કિરિટભાઇ સોરઠીયા તથા અજયસિંહ ગોહિલ
તથા ઘનશ્યામભાઇ હુંબલ તથા સિધ્ધરાજસિંહ સોલંકી તથા અમીતભાઇ ડાંગર તથા દશરથસિંહ
ગોહિલ તથા હરપાલસિંહ ગોહીલ વિગેરે જોડાયેલ હતા રિપોર્ટ અશોકભાઈ ઢીલા સિહોર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.