આવી કાળઝાળ ગરમીમાં કામ કરતા કામદારો માટે સરકાર દ્વારા ખાસ જોગવાઈ કરવામાં આવી છે, બપોરના 1 થી 4 દરમિયાન કોઈ કોન્ટ્રાક્ટર કે બિલ્ડર કામદારોને કામ કરવા દબાણ કરી શકશે નહીં.
છેલ્લા એક સપ્તાહથી સમગ્ર ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં હીટ વેવની અસર થઈ રહી હોવાથી હવામાન વિભાગે આજે અમદાવાદમાં રેડ એલર્ટ જાહેર કર્યું હતું. ત્યારબાદ દિવસ દરમિયાન અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 45.9 ડિગ્રી નોંધાયું હતું. ત્યારે આટલી કાળઝાળ ગરમીમાં ખુલ્લામાં મજૂરી કરી રહેલા મજૂરોની શું હાલત હશે, એનો જરા વિચારીને જુઓ,જેની કલ્પના માત્રથી જ તમે પરસેવે રેબઝેબ થઈ જશો.કરો આવા શ્રમીકો કે કે જેઓ રોડ કોન્ટ્રાક્ટરનાં અન્ડરમાં કે બિલ્ડરોનાં અન્ડરમાં ખુલ્લામાં કરતાં આપણે શહેરના માર્ગો પર ઘણી વાર જોતા હોઈએ છીએ. એ દરમિયાન આપણને પણ ઘણીવાર વિચાર આવતો હોય છે કે આ શ્રમીકો આટલી ધમધોખતી ગરમીમાં કેવી રીતે કામ કરે છે? આવી ગરમીમાં આ રીતે કામ તો આવા શ્રમીકો જ કામ કરી શકે,હો! આવા ઘણા પ્રશ્નો આપણે મનમાં આપણાથી જાતને કરતાં હોઈએ છીએ અથવા કારમાં કે ટુ વ્હીલર પર જતાં આપણે એકબીજા સાથે ચર્ચા કરતાં હોઈએ છીએ.ખરુ ને! એ લોકો ને પણ ગરમી લાગતી હોય છે કારણ કે શ્રમીકોની શરીર રચના પણ ઉપરવાળાએ આપણા જેવી જ કરેલી હોય છે, ઉપરવાળાએ કંઈ એમનાં માટે હિટ પ્રુફ શરીરની રચના અલગથી નથી કરી હોતી. આવા શ્રમીકો દ્વારા જ નિર્માણ કરવામાં આવેલ માર્ગો પર આપણે એસી કારમાં બેસીને કે એમની મજુરીથી બનેલા મકાનોમાં આપણે ગરમીથી બચવા ઘરમાં એ.સી. લગાવડાવી ગરમીમાં રાહત અનુભવીએ છીએ. તો આવા શ્રમીકો કે જેઓ આટલી ધમધોખતી ગરમીમાં પણ આપણને બપોરના સમયે એટલે કે બપોરના એક થી ચારમાં મજુરી કામ કરતા જોવા મળે તો સરકાર દ્વારા શ્રમીકો માટે ઉપલબ્ધ કરાવામાં આવેલ નંબર પર ફરિયાદ જરૂરથી કરશો.
આવી ધમધોખતી ગરમીમાં ખુલ્લામાં કામ કરતાં શ્રમીકો માટે સરકાર દ્વારા એક ખાસ જોગવાઈ કરવામાં આવી છે.કોઇપણ કોન્ટ્રાક્ટર કે બિલ્ડર કામદારોને ખુલ્લામાં કામ કરવા દબાણ કરી શકે નહીં અને જો કોઇ બિલ્ડર કે કોન્ટ્રાક્ટર કામદારોને ખુલ્લામાં કામ કરવા દબાણ કરે તો તેની સામે ફરિયાદ કરવા માટે આ હેલ્પલાઇન નંબર 155372 ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે , કામદારો પોતે ફરિયાદ નોંધાવી શકે છે અથવા આવા કામદારો વતી કોઈપણ વ્યક્તિ ફરિયાદ નોંધાવી શકે છે.
PUBLISH BY: SAURANG THAKKAR
AHMEDABAD JILLA BUREAU CHIEF
9586241119
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.