ધંધુકા ખાતે ચુડાસમા રાજપુત સમાજના બંધારણને 100 વર્ષ પૂર્ણ થતાં ભવ્ય ઉજવણીના ભાગરૂપે શતાબ્દી મહોત્સવની ત્રિદિવસીય ઊજવણી થઈ રહી છે જેમાં આજે સંત સમ્મેલન અને યુવા સમ્મેલન યોજાયું, જેમાં 5 હજારથી પણ વધારે યુવાનો ઉપસ્થિત રહ્યા જ્યારે ભાજપ કોંગ્રેસ સહિતના પ્રદેશ આગેવાનો અને સામાજિક આગેવાનો તેમજ સ્ટેટ પરિવારના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, દેશ દુનિયામાં કદાચ એકમાત્ર એવો સમાજ કે જેણે 100 વર્ષ પહેલાં સામાજિક બંધારણ તૈયાર કર્યું હતું અને હજુ પણ એનો અમલ ચુસ્ત રીતે થાય છે તે બદલ ચુડાસમા રાજપુત સમાજને અભિનંદન પાઠવ્યા હતા આ તકે ત્રિદિવસીય શતાબ્દી મહોત્સવ ઉજવણી અંતર્ગત પ્રથમ દિવસે ભવ્ય કાર્યક્રમ યોજાયો
અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે ચુડાસમા રાજપૂત સમાજના બંધારણને 100 વર્ષ પૂર્ણ થતાં ભવ્ય ઉજવણીના ભાગરૂપે આજરોજ બપોરના સમયે સંત સંમેલન અને સંત ભોજન કાર્યક્રમ યોજાયો હતો જેમાં સંતો મહંતો દ્વારા આશીર્વચન આપવામાં આવ્યા તેમજ સાંજે 5 કલાકે ભાલ પંથકના તેમજ દેશ વિદેશમાં રહેતા સમસ્ત ચુડાસમા રાજપૂત સમાજના યુવાનોનું ભવ્ય સંમેલન યોજાયુ હતું, જે યુવા સંમેલનમાં ભાવનગરના યુવરાજ સાહેબ જયવીરરાજસિંહ ગોહિલ તેમજ આચાર્ય ધર્મબંધુજી તેમજ પ્રદેશ ભાજપ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, પ્રદેશ કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ ઈન્દ્રવિજયસિંહ ગોહિલ, પ્રદેશ યુથ કોંગ્રેસ પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા, પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ચુડાસમા રાજપુત સમાજના પ્રમુખ વિરમદેવસિંહ ચુડાસમા સહિતના અલગ અલગ સમાજના પ્રમુખો અને રાજકીય અને સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને હાજર ચુડાસમા રાજપૂત સમાજના 5 હજારથી વધારે યુવાનોને 100 વર્ષ પહેલાં 1922 માં મનુભા ચુડાસમા ચેરવાળા દ્વારા ચુડાસમા રાજપુત સમાજનું બંધારણ તૈયાર કરવામાં આવ્યું હતું જે બંધારણને 100 વર્ષ બાદ પણ અમલમાં રાખી શકાય તેવું સામાન્ય ફેરફાર સાથેનું બંધારણ જેના કારણે દેશ અને દુનિયામાં એકમાત્ર એવો સમાજ કે જેને 100 વર્ષ પહેલાં સામાજિક બંધારણ બનાવ્યું હતું તેની વિશેષ ઉજવણીના ભાગરૂપે ત્રિદિવસીય કાર્યક્રમનું આયોજન છે જેમાં આજે પ્રથમ દિવસે સંત સમ્મેલન અને યુવા સમ્મેલન યોજાયું હતું અને ઉપસ્થિત સૌ મહાનુભાવોએ યુવાનોને બંધારણ વિશે વિસ્તૃત માહિતી આપતા આગામી સમયમાં યુવાનોના ઉત્કર્ષ માટે માર્ગદર્શન આપ્યું હતું અને આ વિશેષ શતાબ્દી મહોત્સવ ઉજવણીના ભવ્ય આયોજન બદલ ચુડાસમા રાજપુત સમાજને ઉપસ્થિત સૌ આગેવાનોએ અભિનંદન પાઠવ્યા હતા.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.