લમ્પી રોગની શરૃઆત છ મહિનાથી થઈ છતાં સરકાર ઊંઘતી રહીઃ કોંગ્રેસ - At This Time

લમ્પી રોગની શરૃઆત છ મહિનાથી થઈ છતાં સરકાર ઊંઘતી રહીઃ કોંગ્રેસ


ભુજ,બુધવાર સમગ્ર કચ્છમાં દરરોજ હજારોની સંખ્યામાં લમ્પી રોગાથી  ગૌવંશ મરણને શરણ થઈ રહ્યું છે ત્યારે આ રોગ ના ફેલાવવા પાછળના કારણો શોધી જવાબદારો સામે પગલાં લેવા અને પશુપાલન ઉપર જ નભતા અને પોતાનો આજીવિકા પશુપાલન હતું  એવા ગોવંશ છીનવાઈ ગયેલા પશુપાલકોને સરકાર ત્વરિત સહાય જાહેર કરે તેવી માંગ કરાઈ છે. ગાંધીધામ સંકુલની જ વાત કરીએ તો ગાંધીધામમાં વેટરનરી  અનેક ડોક્ટરો ઉપલબૃધ છે પરંતુ અમુક પાસે જ આ વ્યવસાયની ડિગ્રી હોઇ આ રોગ બાબતે કોઈ પણ  પ્રકારનો અનુભવ ન હોવા છતાં માત્ર પ્રયોગો કરી ગૌવંશને મોતના મુખમાં ધકેલવાનું કાર્ય કર્યું છે .આ રોગ અચાનક તો નાથી આવ્યો પરંતુ સરકારી તંત્રોની બે જવાબદારી અને આંખ આડા કાન કરવાની માનસિકતાથી પશુપાલકોએ પોતાનો કિંમતી ધન ખોઈ બેઠા છે. શહેરો ની અંદર સતત ગટરોના પાણી વહી રહ્યાં છે . ઠેર ઠેર પ્લાસ્ટિક અને અન્ય કચરો વેરવિખેર છે જે ગટરના પાણી પીવાથી અને કચરો ખાવાથી ગૌવંશને મોટું  નુકસાન થયું  છે  જે શહેરોની અંદર લંપિ રોગના આૃધાધ આંકડાઓ દર્શાવી  રહ્યા છે.  ગાંધીધામમાં જે માલિકની પંદર ગાયો હતી તેમાંથી સાતાથી વાધુ ગાયોના મોત થયા ના દાખલા મોજુદ છે. કચ્છમાં મુખ્ય વ્યવસાય ખેતીવાડી અને પશુપાલન હોઈ , પશુપાલન સાથે સંકળાયેલા અને તેનો મુખ્ય રોજગાર ગાયો હતી  તે આ ગાયોના મોતાથી તેમની આજીવિકા છીનવાઈ ગઈ છે. આવા અસરગ્રસ્તો નું સર્વે કરી તાત્કાલિક અસર થી સરકાર સહાય પૂરી પાડે તેવી માંગ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ એસ.સી.ડીપાર્ટમેન્ટના કન્વીનર ગોવિંદ  દનીચાએ કરી છે. ટપો ટપ મરી રહેલી ગૌવંશની અંતિમ ક્રિયા માટે નગરપાલિકાઓને જે તે  વ્યક્તિઓ સમગ્ર દિવસ દરમિયાન સતત જાણ કરવા છતાં નગરપાલિકા નું નિષ્ફળ નીવડેલ તંત્ર આવી મોત ના મુખમાં ધકેલાઈ ગાયોને અવલ મંજિલે પહોંચાડવા માટે પણ સમય ન હોવાનો પ્રતીત થાય  છે.  આ ગૌવંશને કુતરા ફાડી ખાઈ રહ્યા ના દ્રશ્યો સામાન્ય થઈ ગયા  છે.  આ કૂતરાઓ થકી લોકો મા  રોગચાળો ફેલાવવાની દહેશત થી લોકો માં વાધુ ચિંતા પ્રસરી  છે.   આાથી આ ગંભીર અને લોકોના આરોગ્ય સાથે સંકળાયેલી બાબતને સરકાર ઝડપી તપાસ હાથ ધરે અને આ રોગના કારણો જાણી ઝડપી વેક્સિનેશનની કામગીરી હાથ ધરે સાથે સાથે  છેલ્લા છ મહિનાથી આ રોગ ફેલાઈ રહ્યું છે છતાં પણ આ રોગ પ્રત્યે આંખ આડા કાન કરનાર તંત્રો સામે કડક પગલાં લે તેવી માંગ કરાઈ છે. ઉલ્લેખનિય છે કે, આ લંપી રોગ અચાનક નાથી આવ્યો તેની શરૃઆત છેલ્લા છ મહિનાથી થઈ ગયી હતી  પરંતુ કચ્છના નાયબ પશુ પાલન નિયામકની કચેરી દ્વારા આ બાબત તેમની જવાબદારીમાં આવી હોવા છતાં તેમણે આંખ આડા કાન કરી સરકાર સુાધી આ ગંભીર બાબત ને પહોંચાડી ન હોવાનું આંતરિક વર્તુળો જણાવી રહ્યા છે. જેાથી આ બાબતની સરકાર તટસૃથ તપાસ કરી જે તે જવાબદારો સામે કડક પગલાં ભરે તેવી માંગ કરી છે.ગાંધીધામમાં સ્થાયી વેટરનરી ડોક્ટર નથીગાંધીધામ માં સૃથાઈ  વેટરનરી ડોક્ટર ની જગ્યા લાંબા સમયાથી ખાલી પડી છે. દુાધઈ ગામના ડોક્ટરને  ગાંધીધામ શહેર નો વાધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. ખરેખર આવડા મોટા શહેરમાં મોટી સંખ્યા માં પશુ ધન હોવા છતાં વેટરનરી ડોક્ટર અહી ઉપલબૃધ નાથી  એ શહેરીજનો માટે પશુપાલકો માટે કમનસીબી ગણાય. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.