બાલાસિનોર રૈયોલી ડાયનાસોર પાર્ક ઉપર પાચ માં નોરતે ગરબાની રમઝટ જામી
પ્રશાસન દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
મંડળ દ્વારા સંયમ સેવકો ની ફોજ પણ તૈનાત
બાલાસિનોર તાલુકાના રૈયોલી ગામે આજ શક્તિ આશાપુરા મા ના નવલા નોરતાની રમઝટ જામી બાલાસિનોર થી આશરે ૧૨ કિલોમીટર ના અંતરે આવેલ ડાયનાસોર પાર્ક ડુંગર ઉપર રત્નાકર માતાના મંદિરે તેમજ રૈયોલી ગામના સમસ્ત ચૌહાણ ના કુળદેવી આશાપુરા માતાના મંદિરે નવરાત્રીના આયોજન કરેલ હોય સાથે નાના બાળકોને મનોરંજન મળી રહે તે માટે ચકરડી તેમજ અન્ય રમતગમતના સાધનો નું આયોજન કરેલ હોય નાના બાળકોનું પણ મનોરંજન મળી રહે છે અને નવરાત્રીનો લાહવો પણ મળી રહે છે જેથી માનવ મહેરામણ સ્વયમ ઉમટી રહ્યું છે
નવરાત્રી દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે અને મંડળના ભક્તો દ્વારા સ્વયંસેવકો પણ ગોઠવી દેવામાં આવેલા છે જેથી કરીને કોઈ માઈ ભક્તોને અડચણ ના થાય અને શાંતિ પૂર્વક ગરબા નો લાવો માતાઓ બહેનો અને ભાઈઓને મળી રહે તે માટે રૈયોલી ગામ દ્વારા આયોજન કરેલ છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.