પવિત્ર યાત્રાધામ પાલીતાણાના પડતર પ્રશ્નો અંગે નાયબ કલેકટર શ્રી ને રજુઆત કરતા ભરતભાઈ રાઠોડ. - At This Time

પવિત્ર યાત્રાધામ પાલીતાણાના પડતર પ્રશ્નો અંગે નાયબ કલેકટર શ્રી ને રજુઆત કરતા ભરતભાઈ રાઠોડ.


પવિત્ર યાત્રાધામ પાલીતાણાના પડતર પ્રશ્નો અંગે નાયબ કલેકટર શ્રી ને રજુઆત કરતા ભરતભાઈ રાઠોડ.

પાલીતાણા માં ચાતુર્માસ પુરા થયા છે ત્યારે પવિત્ર શ્રી ગિરિરાજ શ્રી શેત્રુજય પર્વત ની યાત્રા કરવા દુનિયા ભર થી શ્રદ્ધાલુઓ પાલીતાણા માં પધારશે તેમજ અનેક ધાર્મિક અનુષ્ઠાન કાર્યક્રમો નું ગુરુ ભગવતો ની નિશ્રા માં આયોજન થતા જોવા મળશે ત્યારે આ પવિત્ર તીર્થ યાત્રા માં આવતા યાત્રિકો અને શહેરી જનો માટે ઘટતી પોલીસ સ્ટાફ વધારવા તેમજ આ શહેર ને અહિંસા મુક્ત તરીકે જોતા શ્રદ્ધાળું યાત્રિકો ની જીવદયા ના પ્રશ્નો ની માંગો સહિતનિ પડતર પ્રશ્નો અંગે ની રજુવાત પાલીતાણા ના નાયબ કલેકટર સાહેબ ને લેખિત રજુવાત સામાજિક કાર્યકર ભરતભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવી છે.

ભરતભાઈ દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે પવિત્ર યાત્રા ધામ પાલીતાણા માં આવા ધાર્મિક ઉત્સવ દરમિયાન બહાર ગામ થી અનેક પરંપ્રાંતિય મજૂરો આવતા હોય છે ત્યારે, સરકાર શ્રીના જાહેરનામા મુજબ બહાર થી આવતા લોકો નું વેરિફેકેશન જરૂરી હોય જેનાથી ભૂતકાળ માં જે ધાર્મિક ઉત્સવો દરમિયાન થતી ચોરી અને ઘણી વખત આવા ઘાટીઓ દ્વારા માથાકૂટ માં હત્યા જેવા બનાવો બનવા પામેલા છે. એમને અટકાવી શકાઈ છે વધુ માં જણાવ્યું હતું કે પાલીતાણા માં વર્ષો થી જીવદયા ની કામગીરી ટીમ દ્વારા કરતા આવ્યા છે ,ત્યારે ઘણી વખત આવી પાલીતાણા પંથક માં અબોલ પશુઓ ની કરતા હેરા ફેરી કરતા ઈસમો તેમજ પશુઓ ને ગોધી રાખી એમની કતલ કરતા અને ગૌચર ભૂમિ પર આવા દબાણો બનાવી ગેર કાયદેસર પશુઓ ને રાખતા ઈસમો પર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે એવી સખ્ત માંગ કરવામાં આવી છે. આ સાથે મોટા ધાર્મિક દેવ સ્થાનો તેમજ સ્કૂલ કોલેઝ પર પોલીસ પેટ્રોલિંગ વધારવા ની માંગ કરાઈ છે. ( અહેવાલ - અતુલ શુક્લ દામનગર.)


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.