શિવઆરાધના પરિવાર વેરાવળ દ્વારા સમુહ શિવ રુદ્રાભિષેક ભવ્ય દિવ્યતા સાથે સંમ્પન્ન - At This Time

શિવઆરાધના પરિવાર વેરાવળ દ્વારા સમુહ શિવ રુદ્રાભિષેક ભવ્ય દિવ્યતા સાથે સંમ્પન્ન


શિવઆરાધના પરિવાર વેરાવળ દ્વારા સમુહ શિવ રુદ્રાભિષેક ભવ્ય દિવ્યતા સાથે સંમ્પન્ન
વેરાવળમાં ચંદ્રમૌલેશ્વર મહાદેવના સાનિધ્યમાં પવિત્ર દિવસ માગસરમાસ સાથે આદ્રા નક્ષત્ર અને સોમવારના સંયોગમાં તારીખ-16/12/2024 ના રોજ સવારે 07-30 થી 10-00 કલાક સુધી સમુહ શિવ રુદ્રાભિષેકનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં વેરાવળના રહેવાસી તથા શિવ ભક્તોએ આનો લાભ લિધો હતો. જેમાં યજમાનો દ્વારા સમુહ અભિષેક કરાવવામાં આવ્યો હતો. જેમાં ભગવાનને પ્રિય તેવી તમામ વસ્તુ દ્વારા અભિષેક કરાવવામાં આવ્યો હતો. આ આયોજનમાં તમામ શિવભક્તિઓએ ઉત્સાહભેર લાભ લિધો હતો. આ કાર્યને દિપાવવા માટે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં સેવા બજાવતા આચાર્યશ્રી વિશાલભાઇ જોષી દ્વારા શિવપુરાણ આધારીત વિધિ વિધાન દ્વારા આ કાર્ય સંમ્પન્ન કરવામાં આવ્યુ હતું તથા સંપુર્ણ આયોજન સફળ બનાવવા પાછળ ચંદ્રમૌલેશ્વર મંદિર પરિવાર તથા શિવઆરાધના પરિવાર અને અમિતભાઇ ઉપાધ્યાય દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.