ડભોઈ શિનોર ચોકડી પાસે IDFC BANK નું ATM તોડવાનો કરાયો પ્રયાસ
રિપોર્ટ:- નિમેષ સોની,ડભોઈ
ડભોઈ નગરમાં શિનોર ચોકડી પાસે આઈ.ડી.એફ.સી. બેન્ક આવેલ છે. આ બેન્કની શાખા પાસે જ બેન્કનું એ.ટી.એમ. મશીન મુકવામાં આવેલ છે. તસ્કરો દ્રારા આ મશીન ને તોડવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ તેઓ તેમાં સફળ થયા ન હતાં. આ તસ્કરોએ તેમનાં કામને અંજામ આપવા માટે બેન્કની શાખા દ્રારા મુકવામાં આવેલ સી.સી.ટી.વી. કેમેરાને પણ નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો. તેમજ એ.ટી.એમ. મશીનને પણ નુકસાન પહોંચાડી તસ્કરી કરવાનો પ્રયત્ન કર્યો હતો.
તસ્કરો દ્રારા એ.ટી.એમ. મશીનને નુકસાન પહોંચાડી તોડવાના પ્રયાસો કરવામાં આવ્યાં હતાં પરંતુ આધુનિક સલામતીની સિસ્ટમોથી સજજ આ મશીન તોડવામાં તસ્કરો સફળ થયાં ન હતાં. OTP સિસ્ટમના કારણે તસ્કરો પૈસા કાઢવામાં રહ્યા નાકામ બેંક દ્વારા મુકવામાં આવેલ આ એ.ટી.એમ. મશીન ઓ.ટી.પી. સિસ્ટમ થી પણ સજજ અને સુરક્ષિત હોવાને કારણે તસ્કરો તેમાંથી રૂપિયા કાઢવામાં પણ સફળ થયાં ન હતાં અને તેમની મહેનત તેમજ ફેરો માથે પડયો હતો.
આ ઘટનાની જાણ ડભોઈ પોલીસને થતાં જ પોલીસનાં અધિકારીઓ અને જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સીસીટીવીના ફૂટેજના આધારે બનાવની સઘન તપાસ શરૂ કરી આ ઘટનાને અંજામ આપનાર તસ્કરોને શોધી કાઢવા માટે આગળની વધુ કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.