" ડભોઈ - વડોદરા હાઇવે ઉપર પલાસવાડા રેલવે ફાટકની રેલીગને ટ્રક ચાલકે ટકકર મારી :- સદનસીબેમોટી દુર્ઘટના ટળી " - At This Time

” ડભોઈ – વડોદરા હાઇવે ઉપર પલાસવાડા રેલવે ફાટકની રેલીગને ટ્રક ચાલકે ટકકર મારી :- સદનસીબેમોટી દુર્ઘટના ટળી “


રિપોર્ટ - નિમેષ સોની, ડભોઈ

ડભોઈ - વડોદરા સ્ટેટ હાઇવે ઉપર આવેલા પલાસવાડા રેલવે ક્રોસિંગ ઉપર આવેલ ફાટકને એક ટ્રક ચાલકે ગત રાત્રિના સમયે ટકકર મારતાં સદનસીબે મોટી દુર્ઘટના બનતાં બનતાં ટળી ગઈ હતી.
વડોદરાથી ડભોઈ તરફ બરોડા એકસપ્રેસ ટ્રેન આવી રહી હતી અને તે સમયે પલાસવાડા રેલવે ક્રોસિંગ પાસે આ ગંભીર ઘટના બનવા પામી હતી. જોકે ટ્રેન આવે તે પહેલાં ટ્રક ચાલકે બંધ ફાટકની રેલીગને ટકકર મારી હતી જેથી કોઈ મોટી ભયંકર ઘટના બની ન હતી. વડોદરા થી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતી રેલવે લાઈન ઉપર બરોડા એકસપ્રેસ ટ્રેન ડભોઈ તરફ આવી રહી હતી. જેથી આ રેલવે ક્રોસિંગ ઉપર ફાટક બંધ કરવામાં આવી હતી અને ત્યારે આ ટ્રક ચાલકે બંધ ફાટકની રેલીગને ટકકર મારી હતી. જેથી ફાટકની રેલીગને નુકસાન થવા પામ્યું હતું. રેલિંગ ઉપરથી નીચે તરફ પડી હતી. પરંતુ મોટી દુર્ઘટના ટળી જવા પામી હતી.
આ ઘટના બનતાં રેલવે ફાટકને નુકસાન થવા પામ્યું હતું અને આ સમયે જ રેલવે ટ્રેન ડભોઈ તરફ પસાર થનાર હતી. પરંતુ ફાટક ક્ષતિગ્રસ્ત થતાં બંધ થાય તેમ ન હતી જેથી મોટી ઘટના બને નહિ તે માટે રાહદારીઓ તંત્રની વહારે આવ્યા હતા અને ફાટકની રેલીગને પકડી રાખી ટ્રેનને પસાર કરાવાઈ હતી. જેથી ઉપસ્થિત રાહદારીઓમા ભારે કુતૂહલ સર્જાયુ હતું અને આધુનિક યુગમાં આ રીતે ટ્રેનને પસાર કરાવાતી જોઈ વિસ્મય પામી રહયાં હતાં.
આ સમગ્ર ઘટનાને લઈને હંમેશા ટ્રાફિકથી વ્યસ્ત રહેતા સ્ટેટ હાઇવે ઉપર બે કિલોમીટર સુધી ટ્રાફિક જામ ના દ્રશ્યો સર્જાયા હતાં. આમ, પણ આ ફાટકને પહોળી કરવાની અને ફો્ર ટ્રેકમાં રૂપાંતરિત કરવાની માંગણી સ્થાનિક નાગરિકો દ્રારા કરવામાં આવે છે, પણ પ્રશાસન આ સમસ્યાનો ઉકેલ લાવી શકયું નથી. આમ, પણ જાણવા મળતી હકીકત મુજબ આ ફાટક ઉપર ઓવરબ્રિજ મંજૂર કરવામાં આવ્યો છે. પરંતુ ઘણાં લાંબા સમયથી તેની કામગીરી ચાલું કરાઈ નથી. આમ, આ રેલવે ક્રોસિંગ ઉપરની કાયમી ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવામાં પ્રશાસનને કોઈ રસ ન હોવાનું સ્થાનિક લોકોમાં ચર્ચાઈ રહયું છે.
પલાસવાડા રેલવે ક્રોસિંગ પાસે આ ભયંકર ઘટના બનતાં તેની જાણ રેલવે પોલીસ તંત્રને થતાં રેલવે પોલીસનાં જવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા અને મોટી બેદરકારી દાખવવા બદલ ટ્રક ડ્રાઈવર સામે ગુનો નોંધી અટકાયત કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ સ્ટેટ હાઇવે ઉપર વાહનવ્યવહાર નિયમીત થાય તે માટે પણ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યાં હતાં. જોકે આ ઘટનાને કારણે ટ્રેનો નિયત સમય કરતાં મોડી પડી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon