ભાજપે હિન્દી બેલ્ટમાં જ 71 સીટ ગુમાવી:UP, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં સૌથી વધુ નુકસાન; 2019ની સરખામણીમાં સીટ 20% ઘટી - At This Time

ભાજપે હિન્દી બેલ્ટમાં જ 71 સીટ ગુમાવી:UP, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં સૌથી વધુ નુકસાન; 2019ની સરખામણીમાં સીટ 20% ઘટી


2024ની લોકસભા ચૂંટણીમાં NDA ગઠબંધને 292 બેઠક જીતી છે, જે બહુમતીના 272ના આંકડા કરતાં 20 વધુ છે. આ જીત છતાં ભાજપ એકલા હાથે બહુમતી મેળવવામાં સફળ રહી નથી. પાર્ટીને સૌથી વધુ નુકસાન હિન્દી બેલ્ટમાં થયું, જેને તેનો ગઢ કહેવામાં આવે છે. યુપીમાં ભાજપને સૌથી વધુ 29 સીટનું નુકસાન થયું છે. 2019માં તેને 62 સીટ મળી હતી, જ્યારે આ વખતે પાર્ટી ઘટીને 33 થઈ ગઈ છે. બીજા નંબરનું સૌથી મોટું રાજ્ય રાજસ્થાન છે, જ્યાં તેમણે 10 સીટો ગુમાવી છે. 2019માં 24 સીટની સરખામણીમાં આ વખતે તે માત્ર 14 સીટ જ જીતી શકી છે. બિહારમાં ભાજપને 2019ની સરખામણીમાં 5 બેઠકનું નુકસાન થયું છે. અહીં તેની સીટો 17થી ઘટીને 12 થઈ ગઈ છે. એવી જ રીતે ઝારખંડમાં તેમને ગત વખતની 12 સીટની સરખામણીમાં માત્ર 8 સીટ મળી હતી, એટલે કે કુલ 4 બેઠકનું નુકસાન થયું હતું. જ્યારે હરિયાણામાં પાર્ટી 10થી ઘટીને 5 બેઠક પર આવી ગઈ છે. હિન્દી બેલ્ટ સિવાય મહારાષ્ટ્રમાં પણ ભાજપને જોરદાર આંચકો લાગ્યો છે. 2019ની 23ની સરખામણીએ આ વખતે માત્ર 9 બેઠક મળી છે, એટલે કે ભાજપને ત્યાં 14 બેઠકનું નુકસાન થયું છે. એકંદરે આ વખતે ભાજપે 20% સીટ ગુમાવી છે, જ્યારે કોંગ્રેસને 90% બેઠક મળી છે. હિંસાગ્રસ્ત મણિપુરમાં ભાજપે પશ્ચિમ-દક્ષિણમાં સફાયો કર્યો, બંને બેઠક ગુમાવી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.