પ્રદ્યુમન પાર્ક ઝુમાં સફેદ વાઘણ કાવેરીએ બે બાળવાઘને આપ્યો જન્મ, 7 વર્ષમાં 13 બાળવાઘ જન્મ્યા
રાજકોટ મ્યુનિ. સંચાલિત પ્રદ્યમનપાર્ક ઝૂ ખાતે સફેદ વાઘણે બે બાળ વાઘને જન્મ આપ્યો છે. છે. 7 વર્ષ પહેલા એક સફેદ વાઘ અને 3 સફેદ વાઘણને છતીસગઢના ભીલાઈના મૈત્રી બાગ ઝૂમાંથી લાવવામાં આવી હતી. જેમાં નર વાઘનું નામ દિવાકર છે અને બે વાઘણના નામ કાવેરી છે. સફેદ વાઘ દિવાકર અને માદા વાઘણ કાવેરીના સંવનનથી 108 દિવસના ગર્ભાવસ્થાના અંતે આજે વહેલી સવારના સમયે 2 વાઘ બાળનો જન્મ થયો છે. રાજકોટ ઝૂ ખાતે અત્યાર સુધીમાં કુલ 13 સફેદ વાઘ બાળનો જન્મ થયેલ જેમાંથી ગાયત્રી વાઘણે 10 બચ્ચાંને જન્મ આપેલ, યશોધરા વાઘણે 1 બચ્ચાંને જન્મ આપેલ તેમજ કાવેરી વાઘણે 02 બચ્ચાંને જન્મ આપેલ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.