‘તું સામે કેમ જુએ છે,’ કહી આઠ શખ્સનો બે ભાઇ પર છરીથી હુમલો - At This Time

‘તું સામે કેમ જુએ છે,’ કહી આઠ શખ્સનો બે ભાઇ પર છરીથી હુમલો


ગોપાલનગર મેઇન રોડ, શ્રમજીવી સોસાયટીમાં બનેલો બનાવ

શહેરમાં શેરી-ગલીએ અસામાજિક તત્ત્વો સામાન્ય વાતોમાં દાદાગીરી કરી હુમલો કરતા હોવાના બનાવો બની રહ્યાં છે. આવા જ એક વધુ બનાવમાં ગોપાલનગર મેઇન રોડ પર કારખાનેદાર યુવાન અને તેના ભાઇ પર આઠ શખ્સે સામે જોવાના મુદ્દે હુમલો કરતા મામલો પોલીસમાં પહોંચ્યો છે. શ્રમજીવી સોસાયટી-6માં રહેતા રાજદીપસિંહ વિક્રમસિંહ જાડેજા નામના કારખાનેદારે દુષ્યંતસિંહ જાડેજા, કૃષ્ણસિંહ, રાજભા, અજયસિંહ, દશુભા અને ત્રણ અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon