સ્પર્શ (SPARSH)પોર્ટલમાં રૂંપાતરીત થયેલ પેન્શન ખાતા માટેજરૂરી સુચના
સ્પર્શ (SPARSH) પોર્ટલમાં રૂંપાતરીત થયેલ પેન્શન ખાતા માટે જરૂરી સુચના
જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી હિંમતનગર સાબરકાંઠા દ્રારા સ્પર્શ (SPARSH) પોર્ટલમાં રૂંપાતરીત થયેલ સર્વિસ પેન્શનર / ફેમિલી પેન્શનરના ખાતા ધારકે નીચે મુજબની કાર્યવાહી કરવા જણાવ્યું છે.
સર્વિસ પેન્શનર માટે કરવાની કાર્યવાહી :-
(૧) સ્પર્શ (SPARSH) ની આઇ.ડી. (I.D.) આપના મોબાઇલ કે ઇમેલમાં સર્ચ કરી જીવન પ્રમાણપત્ર (હયાતી) ની કાર્યવાહી કરવાની રહેશી.
(૨) આપના ઇમેલમાં આવેલ સ્પર્શ યુઝરનેમ (USERNAME) અને પાસવર્ડ થી સ્પર્શ લોગીન કરી નવો પાસવર્ડ બનાવવો. પછી ડેટા વેરીફીકેશનની કાર્યવાહી પૂર્ણ કરવાની રહેશે.
ફેમીલી પેન્શનર માટે કરવાની કાર્યવાહી :-
પતિના અવશાન થતા પત્નિના સ્પર્શ પોર્ટલમાં (SPARSH) યુસરનેમ અને પાસવર્ડથી સ્પર્શ લોગીન કરી ડેથ રીપોર્ટ (Report Death) ની કાર્યવાહી કરી મરણ પ્રમાણપત્ર (Death Certificate) ઉપલોડ કરવાથ સ્વ. પૂર્વ સૈનિકના ધર્મપત્નિ માટે નવો આઇ.ડી., યુઝરનેમ અને પાસવર્ડ જનરેટ થશે. પછી નવા આઇ.ડી. થી જીવન પ્રમાણપત્ર (હયાતી)ની કાર્યવાહી કરવાની રહેશે.
ખાસ નોંધ : આપના મોબાઇલ કે ઇમેલમાં સ્પર્શ (SPARSH) ના મેસેજ આવ્યા બાદ ઉપર મુજબની કાર્યવાહી કરવામાં નહિ આવે તો આપનું પેન્શન બંધ થઇ જશે.
ઉપરોક્ત બાબતે વધુ માહીતી માટે www.pcdapensionallahabad.nic.in (Sparsh Login) ની વેબસાઇટ અથવા નીચે આપેલ નંબર પર સંપર્ક કરવો :-
શ્રી નાયી સાવનકુમાર – ૯૪૨૬૨૮૨૬૬૪
મેનેજર(સ્પર્શ), સાબરકાંઠા
જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી
સાબરકાંઠા (હિંમતનગર)
જિલ્લા સૈનિક કલ્યાણ કચેરી, બહુમાળી ભવન,હિમતનગર,ટેલીફોન નં. ૦૨૭૭૨-૨૪૬૬૩૦
એટ ધીસ ટાઇમ
આબીદ અલી ભુરા
હિંમતનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.