શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા થી આવેલા ‘અયોધ્યા કળશ યાત્રાનું સાળંગપુરધામ ખાતે આગમન થયું, કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીએ કર્યું સ્વાગત..
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે ગુરૂવારે તા.28-12-2023ના રોજ સંધ્યા સમયે અયોધ્યામાં ભગવાન શ્રી રામના નવનિર્માણ પામી રહેલ ભવ્ય મહામંદિર તરફથી સમગ્ર દેશમાં "ઘર ઘર અયોધ્યા અભિયાન" આરંભાયું છે. આ અભિયાન અંતર્ગત શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા થી આવેલા 'અયોધ્યા કળશ યાત્રા’નું સાળંગપુરધામ ખાતે આગમન થયું હતું. શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં "જય જય શ્રી રામ"ના નાદ સાથે ભગવાન શ્રીરામ- રામલલ્લાની 'અયોધ્યા કળશ યાત્રા’ યાત્રામાં ઉપસ્થિત મહેમાનો અને ગ્રામજનોના જયઘોષ વચ્ચે કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા મંદિરના ગર્ભગૃહમાં પધરાવવામાં આવ્યો હતો.સંધ્યા સમયે 7:00 કલાકે સંધ્યા આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં કરી રામદૂત ભક્તોનું ફૂલહાર પહેરાવી ઉષ્માપૂર્ણ સ્વાગત કર્યું હતું. બાવીસમી જાન્યુઆરીએ અયોધ્યા ખાતે શ્રી રામ મંદિરનો ભવ્યાતિભવ્ય મહામહોત્સવ યોજાવાનો છે, આ પરમ ઐતિહાસિક ઘટનાને આપણે સહુ - આપણા સ્થાને રહીને પણ- સાક્ષી બનીએ અને વૈદિક સનાતન ધર્મી હિંદુ તરીકે, ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાને આ અતિ પવિત્ર દિનને અંત: કરણની પ્રસન્નતા સાથે મહાઉત્સવ તરીકે ઉજવીએ. એ પરમ પવિત્ર ઘડીનો કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીએ આનંદ વ્યક્ત કર્યો હતો શ્રી રામલલ્લાના દર્શન સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામમાં કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી તેમજ વડતાલ ગાદી પીઠાધિપતિ ૧૦૦૮ આચાર્ય મહારાજશ્રી રાકેશપ્રસાદજીના રૂડા આશીર્વાદથી શ્રી કષ્ટભંજનદેવના અયોધ્યા ખાતે બાવીસમી જાન્યુઆરી ૨૦૨૪એ “શ્રી રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ” પ્રસંગે દાદાને દિવ્ય શણગાર એવં ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવશે તેમજ સમગ્ર મહોત્સવના લાઇવ દર્શન વિશાળ LED ના માધ્યમથી કરાવવામાં આવશે.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.