આવતીકાલે મોટા દડવા ખાતે શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ થશે: ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવ વ્રત પધારશે
મોટા દડવા ખાતે દેવર વાડી હલેન્ડાના રસ્તે આવતીકાલ 7 એપ્રિલ થી 15 એપ્રિલ સુધી શિવ મહાપુરાણ કથા યોજાશે જેમાં કથાનો સમય સવારે 9:00 થી 01:00 વાગ્યાનો રહેશે અને પ્રેરક સંત આનંદદાસજી બાપુ અને વક્તા તરીકે ગીરીબાપુ રસપાન કરાવશે. મોટા દડવા ગામ ખાતે શ્રી ધિંગેશ્વર મહાદેવ મંદિર ( આનંદ આશ્રમ) સમસ્ત મોટા દડવા ગામ તરફથી શ્રી ધિંગેશ્વર દાદા તથા શ્રી આણંદ દાસ બાપુની કૃપાથી ગૌમાતાના વાસથી પવિત્ર બનેલી સદાય શ્રી પ્રભુ બિરાજમાન છે તેવી શ્રી ધિંગેશ્વર મહાદેવ મંદિર મોટાદડવા ના આંગણે શિવ મહાપુરાણ કથાનું સવંત 2080 ફાગણ વદ ૧૩/૧૪ સાત એપ્રિલ 2024 થી ચૈત્ર સુદ સાત ને 15 એપ્રિલ 2024 સોમવાર સુધી શુભ આયોજન કરવામાં આવેલ છે. જેમાં વકતા તરીકે ગીરીબાપુ પોતાની અમૃતવાણીથી પથાનું રસપાન કરાવશે.
આ મહોત્સવના યશસ્વી કથાના મુખ્ય યજમાન સ્વ. ભીમજીભાઈ નરસિંહભાઈ શેખલીયા, ગં.સ્વ. શાંતાબેન ભીમજીભાઈ શેખલીયા અને કથાના સહયજમાન સ્વ. ગોબરભાઇ જયરામભાઈ વેકરીયા, સ્વ. શામુબેન ગોબરભાઇ વેકરીયા, સ્વ.વિનુભાઈ જેરામભાઈ વેકરીયા છે.
શિવ મહાપુરાણ મહા કથામાં આવતીકાલે 07 એપ્રિલ રવિવારે સવારે 7:30 કલાકે વાઘા બાપુ ની જગ્યાએ છે પોથીયાત્રા નીકળશે. જેમાં તમામ ગ્રામજનોને ઉમટી પડશે. અને સતી પ્રાગટ્ય 12-4-2024 શુક્રવાર સવારે 9:00 થી 01 અને શિવ વિહાહ તારીખ 13.4. 2024 શનિવાર સવારે 09:00 થી 1 અને દરરોજ પ્રસાદ બપોરે એક કલાકે અને સાંજે સાત કલાકે રહેશે. તેમજ કથા પૂર્ણાહુતિ તારીખ 15.4.2024 સોમવાર બપોરે થી એક વાગ્યા સુધીમાં કથાની પૂર્ણાહુતિ થશે. કથામાં પ્રાકૃતિક કથા વક્તા ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવ વ્રતજી 11.4. 2024 સવારે 10:00 કલાકે પધારશે અને પ્રવચન આપશે.
શિવ મહાપુરાણ કથામાં આયુર્વેદ તથા પણ રાખવામાં આવેલ છે જેમાં મહેન્દ્રસિંહ સરવૈયા 8.4 .2024 સોમવાર સાંજે ૪ થી ૭ કલાકે પધારશે તેમજ નવી પેઢીને જાગૃત પ્રવચન માટે ગિજુભાઈ ભરાડ અને શ્રી ઘનશ્યામદાસ જસદણ 9.4.2024 મંગળવાર સાંજે ૪ થી ૭ કલાકે પ્રવચન આપશે. તેમજ ક્રાંતિકારી પ્રવચન એમ એસ બીટા સાહેબ જિંદા શહીદ એવોર્ડ ક્રાંતિકારી પ્રવચન 10.04.2024 બુધવારે સાંજે ૪ થી ૭ આપશે. તેમજ વધુમાં સંત સભા અને પરંપરાગત શિક્ષણ ગો પાલન ગાય આધારિત કૃષિ તેમજ ગૌ કથા તેમજ રંગમસ્તાને સંસ્થા નાટ્ય કાર્યક્રમમાં બલિદાન નાટક, જાય જ હત્યારે નાટક, જજબા નાટક, કાકોરી કાંડ નાટક આ સાથે સંતવાણી કાર્યક્રમમાં રાજભા ગઢવી, હરેશદાન ગઢવી તેમજ નારણભાઈ ચોટાવાળા નિરંજન પંડ્યા સહિતના મહાનુભાવો સંતવાણીનો આનંદ કરાવશે.
મોટા દડવા ખાતે શિવ મહાપુરાણ કથાનું ભવ્ય આયોજન હોવાથી આવતીકાલ માનવ મહેરામણ ઉમટી પડશે અને શ્રી ધિંગેશ્વર મહાદેવ મંદિર અને સમસ્ત ગામ મોટા દડવા તરફથી રાજકીય ક્ષેત્રના આગેવાનો અને સંતો મહંતોને તેમજ વિવિધ વિભાગના આગેવાનો અધિકારીઓને કથાનું રસપાન કરવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
રિપોર્ટ હર્ષદ ચૌહાણ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.