વિસાવદર શહેરમાં ઠેક ઠેકાણે કચરા ગંદકીના ઢગલાથી નગરજનો પરેશાન
વિસાવદર શહેરમાં ઠેક ઠેકાણે કચરા ગંદકીના ઢગલાથી નગરજનો પરેશાન
વિસાવદર શહેરમાં અત્યારે જુદા જુદા વોર્ડ અને વિસ્તારોમાં ગંદકીના ઢગલા જોવા મળે છે. જેમાં લોકોની તંદુરસ્તી જોખમાય તેવી પારસ્થિત હાલ સર્જાય રહી છે. વિસાવદર પટેલ સમાજ વાડી વિસ્તારની મુલાકાત દરમ્યાન અહીં કચરો અને ગંદકી જોવા મળ્યો હતો. જેના કારણે આજુ બાજુમાં રહેણાંક વિસ્તાર હોય, લોકોના આરોગ્યને જોખમ ઉભું થાય તેમ છે. તો વિસાવદર તાલુકા તંત્રએ આ બાબત સજાક થઇ ઝડપી પગલાં લેવા જોઈએ. આમ જનતા પાસેથી સફાઈ વેરો ઉઘરાવવામાં આવે છે તો લોકોને તેના બદલામાં સફાઈનો લાભ પણ મળવો જોઈએ તેવી લોક માંગણી થઇ રહી છે.જો ભવિષ્યમાં આ બાબતમાં તંત્ર ધ્યાંન નહીં આપે આગળ પગલાં લેવામાં નહિ આવે તો આ ગંદકી લોકોની બીમારીમાં મોટું સ્વરૂપ લેશે.
રિપોર્ટ ભનુભાઇ સાસિયા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.