જિલ્લા કલેક્ટરશ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં ગુજકેટ પરીક્ષાના સુચારૂ આયોજન માટે બેઠક યોજાઇ* - At This Time

જિલ્લા કલેક્ટરશ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં ગુજકેટ પરીક્ષાના સુચારૂ આયોજન માટે બેઠક યોજાઇ*


*જિલ્લા કલેક્ટરશ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં ગુજકેટ પરીક્ષાના સુચારૂ આયોજન માટે બેઠક યોજાઇ*
****************
*આગામી ૩ એપ્રિલે ૩૩૬૭ વિધ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપશે*
*******************
સાબરકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં ગુજકેટ પરીક્ષાના સુચારૂ આયોજન અંગે કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં ગુજકેટની પરીક્ષાને લઈને આગોતરી તૈયારીઓ માટેની ચર્ચા કરવામાં આવી હતી.
આગામી ૩ એપ્રિલે જિલ્લામાંથી કુલ ૩૩૬૭ વિધ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપશે. ગુજકેટની પરીક્ષા સવારે ૯.૦૦ કલાકે થી સાંજે ૪.૦૦ કલાક સુધી યોજાશે. આ પરીક્ષા હિંમતનગરના કુલ-૧૭ સેન્ટરોના ૧૭૧ બ્લોકમાં યોજાશે. જેમાં “એ” ગ્રુપમાં ૫૭૯ અને “બી” ગ્રુપમાં ૨૭૭૭ અને “સી” ગ્રુપમાં ૧૧ વિધ્યાર્થીઓનો સમાવેશ થાય છે. કુલ વિધ્યાર્થીઓ પૈકી ગુજરાતી માધ્યમમાં ૨૮૩૫,અંગ્રેજી માધ્યમમાં ૫૩૧ અને હિન્દી માધ્યમમાં ૦૧ વિધ્યાર્થી પરીક્ષા આપશે. આ બેઠકમાં પરીક્ષા સંદર્ભે તૈયારીની રૂપરેખા,કેન્દ્રની સંખ્યા, બ્લોક વ્યવસ્થા, લાઇટની વ્યવસ્થા, એસ.ટી બસોની વ્યવસ્થા, તમામ સ્થળો ઉપર સી.સી.ટીવી કેમેરાની ચકાસણી, વગેરે બાબતોની ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં ડીપીઇઓશ્રીનો પુત્ર ગુજકેટની પરીક્ષા આપવાનો હોઇ ગુજકેટની પરીક્ષાની ડ્યુટીમાંથી મુક્તિ આપવા રજૂઆત કરાઇ હતી. ગુજકેટની પરીક્ષાને લઈ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં જિલ્લા કંટ્રોલરૂમ તારીખ ૧/૦૪/૨૦૨૩ થી ૩/૪/૨૦૨૩ દરમિયાન સવારે ૭.૦૦ થી રાત્રે ૯.૦૦ કલાક સુધી કાર્યરત રહેશે. જે માટેનો નંબર ૦૨૭૭૨-૨૪૦૭૯૩ છે.
આ બેઠકમાં અધિક નિવાસી કલેક્ટરશ્રી દિગંત બ્રહ્મભટ્ટ, જિલ્લા શિક્ષાણાધિકારી શ્રીમતી મીતાબેન ગઢવી, જિલ્લા શિક્ષણ નિરીક્ષક શ્રીમતી તરૂણાબેન તેમજ અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.