સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી યુવતી પર નામચીન શખ્સે નિર્લજ્જ હુમલો કર્યો
રોહિદાસપરામાંથી પસાર થતી યુવતીનો સરાજાહેર હાથ પકડી લીધો
શહેરના કુવાડવા રોડ પર રોહિદાસપરામાં યુવતીનો હાથ પકડી માથાભારે શખ્સે નિર્લજ્જ હુમલો કર્યો હતો, તેમજ યુવતીએ પ્રતિકાર કરતાં તેને છરી બતાવી ધમકી આપી હતી, અગાઉ ચાર જેટલા ગુનામાં સંડોયેલા આ શખ્સને પોલીસે ઝડપી લઇ જેલહવાલે કર્યો હતો. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી 24 વર્ષની યુવતીએ બી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે કુવાડવા રોડ પર રણછોડદાસ બાપુના આશ્રમ પાસેના રોહિદાસપરામાં રહેતા વિજય દીપક ચુડાસમાનું નામ આપ્યું હતું.
યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગુરૂવારે સાંજે વિજય ચુડાસમા પથ્થરના ઘા કરતો હોય તેને ટપારતાં તે ઉશ્કેરાયો હતો અને યુવતીનો હાથ પકડ્યો હતો અને શરીરના અંગો પર હાથ ફેરવી નિર્લજ્જ હુમલો કર્યો હતો. યુવતીએ પ્રતિકાર કરતાં વિજય ચાવડા ઉશ્કેરાયો હતો અને તેણે છરી બતાવી ધમકી આપી હતી. સરાજાહેર છેડતી અને માથાભારે શખ્સે છરી બતાવતા યુવતીએ દેકારો મચાવતા લોકો દોડી આવતાં વિજય ચુડાસમા નાસી ગયો હતો, ઘટના અંગે યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ગણતરીની કલાકોમાં તેને ઝડપી લીધો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.