બાલાસિનોર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહીબિશનના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો
જિલ્લાના બાલાસિનોર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના ગુનાનો અને મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના રાબડીયા ગામનો વતની આરોપી પ્રવીણ બાબર ચાવડા જે નાસતો ફરતો હતો, તેને બાતમી આધારે મહીસાગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા લુણાવાડા બસ સ્ટેશન સામેથી ઝડપી પાડવામાં આવ્યો છે.
આરોપીને પકડવા LCB દ્વારા ટિમ બનાવવામાં આવી
પોલીસ મહાનિર્દેશક CID ક્રાઈમ અને રેલ્વેઝ ગુજરાત રાજ્ય ગાંધીનગરની નાસતા ફરતા આરોપીઓને પકડવા ઝુંબેશ રાખવામાં આવી છે. જે અન્વયે પંચમહાલ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક એમ.એસ.ભરાડા તથા મહીસાગર જિલ્લા પોલીસ વડા રાકેશ બારોટે નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે સૂચના આપવામાં આવી હતી. જે મુજબ મહીસાગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર આર.ડી.ભરવાડ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.બી.ઝાલાની સૂચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના માણસોની અલગ અલગ ટિમો બનાવવામાં આવી
લુણાવાડા બસ સ્ટેશન સામે ખાનગી વાહનોની પાછળ ઉભેલો હતો
મળતી માહિતી મુજબ એલ.સી.બી સ્ટાફના રાજેશને બાતમી મળી કે બાલાસિનોર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહીબિશનના ગુનાનો નાસતો ફરતો આરોપી પ્રવીણ બાબર ચાવડા લુણાવાડા બસ સ્ટેશન ખાતે આવાનો છે. જે બાતમી આધારે પોલીસ ઇન્સ્પેક્ટર આર.ડી.ભરવાડ સાથે એલ.સી.બી. સ્ટાફના માણસો કૃષ્ણકુમાર, અમરસિંહ સહિતના સ્ટાફના માણસો દ્વારા અલગ અલગ ટિમ બનાવી લુણાવાડા બસ સ્ટેશન તથા આજુબાજુમાં તપાસ કરી રહ્યા હતા, તે દરમિયાન આ આરોપી પ્રવીણ બાબર ચાવડા લુણાવાડા બસ સ્ટેશન સામે ખાનગી વાહનોની પાછળ ઉભેલો હતો.
આરોપીને બાલાસિનોર પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો
આરોપીને જોઈ પોલીસ ત્યાં પહોંચી તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. ત્યાર બાદ હસ્તગત કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે બાલાસિનોર પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે. આમ, મહીસાગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે વધુ એક નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.