ઇડર તાલુકાના મુડેટી ગામે આવેલ રાજ્ય અનામત પોલીસ દળ જુથ-૬ ધ્વારા નોડલ અધિકારી - At This Time

ઇડર તાલુકાના મુડેટી ગામે આવેલ રાજ્ય અનામત પોલીસ દળ જુથ-૬ ધ્વારા નોડલ અધિકારી


ઇડર તાલુકાના મુડેટી ગામે આવેલ રાજ્ય અનામત પોલીસ દળ જુથ-૬ ધ્વારા નોડલ અધિકારી મદદનીશ સેનાપતિ અનિલ એન ચૌધરી (dysp) ની રાહબરી હેઠળ આઝાદીકા અમૃત મહોત્સવ અંતગૅત તા ૧૪-૮-૨૨ ને રવિવાર ના રોજ ઇડર તાલુકાના ચીત્રોડા ગામે હર ઘર ત્રિરંગા અભિયાન અંતર્ગત એમ.આર.હાઇસ્કૂલ ચિત્રોડા ના બાળકો દ્વારા 100 ફૂટ લાંબા રાષ્ટ્રધ્વજ સાથે રેલીનું આયોજન કરાયું હતું. કેમ્પ ના જવાનો ધ્વારા પરેડ સહિત હર ઘર તિરંગા નું માગૅદશૅન અપાયું હતું. આ કાયૅક્રમમા કેમ્પ ના અધિકારી, જવાનો,ઇડર પી.આઇ.,જાદર પી.એસ.આઇ,સાબરડેરી ડિરેક્ટર શ્રી કનુ ભાઈ રેવા ભાઈ પટેલ, ચિત્રોડા હાઇસ્કૂલ આચાર્ય સંદીપ ભાઈ પટેલ અને સરપંચ અશોકભાઈ વણકર તેમજ ભાજપ ના યુવા મંત્રી શ્રી ભરત પટેલ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા.
રિપોર્ટર અમિત જોશી ઈડર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.