તા.૨૦ મી ના રોજ બોટાદ ખાતે યોજાનારા કાર્યક્રમમાં માન.વડાપ્રધાનની સુરક્ષા અને સલામતીના કારણોસર બોટાદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી જાહેરનામું પ્રસિધ્ધ કરાયું
બોટાદના ત્રિકોણી ખોડીયાર ખાતે કાર્યક્રમના સ્થળથી ૧ કિ.મી.ની ત્રિજ્યામાં જમીનથી આકાશ તરફ ઉડાડવામાં આવતા તુક્કલ, પતંગ, ફુગ્ગા, ડ્રોન ઉડાડવા ઉપર ફરમાવ્યો પ્રતિબંધ
માન.વડાપ્રધાન આગામી તા.૨૦/૧૧/૨૦૨૨ ના રોજ બોટાદ શહેરમાં ત્રિકોણી ખોડીયાર ખાતે ચૂંટણી પ્રચારઅર્થે પ્બ્લીક મીટીંગ કાર્યક્રમમાં પધારનાર છે. માન.વડાપ્રધાનની સુરક્ષા વ્યવસ્થા તેમજ મહાનુભાવશ્રીની સલામતી વ્યવસ્થાના ભાગરૂપે બોટાદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ મુકેશ પરમારે તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા બોટાદ જિલ્લામાં આગામી તા.૧૮/૧૧/૨૦૨૨ થી તા.૨૦/૧૧/૨૦૨૨ સુધી સુરક્ષા અને સલામતીના કારણોસર ત્રિકોણી ખોડીયાર ખાતે કાર્યક્રમના સ્થળથી ૧ કિ.મી.ની ત્રિજ્યામાં જમીનથી આકાશ તરફ ઉડાડવામાં આવતા તુક્કલ, પતંગ, ફુગ્ગા, ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.
આ જાહેરનામાનો ભંગ/ઉલ્લંઘન કરનારને ભારતના ફોજદારી અધિનિયમ (સને-૧૮૬૦ ના ૪૫ માં અધિનિયમ) ની કલમ-૧૮૮ મુજબ સજા થશે. જાહેરનામાનો અમલ અને તેના ભંગ બદલના પગલા લેવા માટે હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા ફરજ પરના અધિકારીને અધિકાર રહેશે.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડિયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.