ભાવનગર રેલ્વે મંડળના અધિકારીઓ અને કર્મચારીઓએ સ્વચ્છતા શપથ લીધા - At This Time

ભાવનગર રેલ્વે મંડળના અધિકારીઓ અને કર્મચારીઓએ સ્વચ્છતા શપથ લીધા


ભાવનગર રેલ્વે મંડળના અધિકારીઓ અને કર્મચારીઓએ સ્વચ્છતા શપથ લીધા

સ્ટેશનો પર એનાઉન્સમેન્ટ સિસ્ટમ દ્વારા સ્વચ્છતાને લગતી જાહેરાતો સતત કરવામાં આવી રહી છે, જેથી મુસાફરોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરી શકાય સમગ્ર ભારતીય રેલ્વે પર "સ્વચ્છ રેલ - સ્વચ્છ ભારત" મિશન હેઠળ 16મી સપ્ટેમ્બરથી 02મી ઑક્ટોબર, 2023 સુધી "સ્વચ્છતા પખવાડા"ની ઉજવણી કરવામાં આવનાર છે. 15.09.2023 ના રોજ, પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝન માં ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી રવીશ કુમાર દ્વારા ડિવિઝનલ રેલ્વે મેનેજર ઓફિસ, ભાવનગર પરા ખાતે અધિકારીઓ અને કર્મચારીઓને "સ્વચ્છતા શપથ" લેવડાવવામાં આવ્યા હતા. ડીઆરએમ શ્રી રવીશ કુમારે તમામ અધિકારીઓ અને કર્મચારીઓને દર વર્ષે 100 કલાક શ્રમદાન કરવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી. સ્ટેશન સુપ્રિન્ટેન્ડન્ટ સ્ટેશન પર કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટ સફાઈ કર્મચારીઓને સ્વચ્છતાના શપથ લેવડાવશે. સ્વચ્છતા પખવાડાનો પ્રારંભ શપથ ગ્રહણથી થયો છે, આગળ પણ સ્વચ્છતા પખવાડાની દરરોજ અલગ-અલગ થીમ પર વિશેષ સ્વચ્છતા દ્વારા ઉજવણી કરવામાં આવશે.

રિપોર્ટ અસરફ જાંગડ
9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.